હાર્દિક પટેલને લઇને છેલ્લા ઘણા સમયથી ચાલતી રાજકીય ચર્ચાઓનો અંત
આગામી 2 જૂનના રોજ હાર્દિક પટેલનું થશે ભાજપમાં “હાર્દિક આગમન”
સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની હાજરીમાં કમલમ ખાતે બપોરે 2 વાગે સત્તાવાર રીતે જોડાશે. (Hardik patel will join BJP)
છેલ્લાં ઘણા સમયથી હાર્દિક પટેલને લઇને ચાલતી રાજકીય ચર્ચાઓનો હવે અંત આવશે.
હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ ફાઇનલ થઇ ગયો છે.
આગામી 2 જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Presence of CM Bhupendra Patel and CR Patil in Kamalam) અને સી આર પાટીલની હાજરીમાં ભગવો ધારણ કરશે.
હાર્દિક પટેલે (Hardik patel) જણાવ્યું કે મારે રાજકારણમાં બે મોટા પ્લાન છે, એકરાજ્યમાં કામ કરતી કંપનીઓને કડક આદેશ આપવામાં આવે કે સ્થાનિક ગુજરાતીઓને પહેલા પ્રાથમિકતા આપવામાં આવે.
બીજું સરકારી પરીક્ષાઓના પેપર ફૂટી જાય છે ત્યારે આ મુદ્દે કડક કાયદા બનાવવામાં આવે.