વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરીડેન ખાતે સરકાર વિરુદ્ધ ભારે નારેબાજી સાથે વિરોધ (Protest by Vadodara youth Congress leaders at Sayajiganj Dairy Den circle)
“હાય રે સરકાર”, અને “હાય રે શિક્ષણ મંત્રી” ના નારા લાગતા શહેર પોલીસે કાર્યકરોની અટકાયત કરી ધરપકડ આદરી
આમ જ પેપર લીક થયા કરશે તો વર્ષોથી તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય શું?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવતી લેખિત પરીક્ષામાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે ફરી એકવાર રવિવારે યોજાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હોવા અંગેની જાણ થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી જે અંતર્ગત વડોદરા શહેર યુથ કોંગ્રેસે સયાજીગંજ ડેરીડેન ખાતે સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી.
હાથમાં બેનરો લઇ આ કાર્યકરોએ “હાય રે સરકાર”, “હાય રે શિક્ષણ મંત્રી”ના નારા લગાવ્યા. શહેર પોલીસે અટકાયત કરી ધરપકડ કરી