Menu Close

VMC Demolished Temples: પાલિકા દ્વારા મંદિરો તોડી પાડવાના વિવાદમાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદન

Hindu sanghathan gave avedan patr in matter of palika demolished temples at op road netafy news

વડોદરા મહાનગર પાલિકા (VMC) દ્વારા જુના પાદરા રોડ (OP road) પર આવેલી 3 ડેરીઓ તોડી પાડવાના વિવાદમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વિરોધ કરી મેયર કેયુરભાઈ રોકડિયાને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (Vishva Hindu Parishad), રાષ્ટ્રીય બજરંગદળ  (Bajrang Dal), રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા મેયર કેયુરભાઈ રોકડિયાને (Mayor KeyurBhai Rokadia) આવેદનપત્ર આપી રજુઆત કરતાં જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિકાસના નામે હિન્દુ દેવી-દેવતાઓના મંદિર મધ્યરાત્રીના સમયે તોડવામાં આવ્યાં હતાં.

તેનાથી હિન્દુ સમાજમાં દુઃખ તથા રોષની લાગણી ઉદ્દભવી છે.

તેઓએ મેયર પાસે માંગણી કરી છે કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા જે મંદિરો તોડી પાડવામાં આવ્યા છે તે સાત દિવસમાં ફરીથી તે જગ્યા પર વિધિવત્ સ્થાપન કરી બનાવી આપવામાં આવે.

આ મામલે મેયર કેયુરભાઈ રોકડીયાએ (Mayor KeyurBhai Rokadia) જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા મધ્યરાત્રીએ તોડવામાં આવેલ મંદિર બ્રિજ નિર્માણમાં અવરોધક હતાં.

તેમજ રાત્રીના સમય દરમ્યાન વાહન વ્યવહાર ઓછો હોવાને કારણે પાલિકા દ્વારા આ ડેરીઓ તોડવામાં આવી હતી.

પાલિકા દ્વારા ભગવાનની પ્રતિમાઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી હતી.

તેમણે અફવાઓને રદીયો આપતાં જણાવ્યું હતું કે, ભગવાનની કોઇપણ પ્રતિમાં ખંડિત થઈ નથી.

For more news click on Netafy-News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *