ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જે 1990 ના નરસંહાર અને ખીણમાંથી કાશ્મીરી પંડિતોના હિજરતની આસપાસ ફરે છે તેના વિશે ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે કહ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક “પ્રચાર અને અભદ્ર” મુવી છે. તેને ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ સ્થાન નથી. તેના મજબૂત અભિપ્રાયથી ફિલ્મ સાથે સંકળાયેલા લોકો, રાજકારણીઓ તેમજ સોશિયલ મીડિયા પર સામાન્ય લોકો તરફથી ટીકા નું મોજું આવ્યું.
ગોવામાં સરકાર દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં નાદવ લેપિડની ટિપ્પણીઓ પર ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન એ પ્રતિક્રિયા આપી. ગિલોને કહ્યું હતું કે લેપિડે તેમના ન્યાયાધીશોની પેનલ ની અધ્યક્ષતા માટેના ભારતીય આમંત્રણનો “સૌથી ખરાબ રીતે” દુરુપયોગ કર્યો હતો. છતાં નાઓર ગિલોનને વિવાદમાં ખેંચવામાં આવ્યો હતો.
આ મુદ્દે નાઓર ગિલોને શનિવારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને તેમને કથિત રીતે મળેલા સંદેશના સ્ક્રીનશૉટ સાથે હિટલરને હોલોકોસ્ટ માટે “મહાન” ગણાવ્યો હતો. તેમણે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, “મને આ દિશામાં મળેલા થોડા ડી.એમ. માંથી એક શેર કરવા માંગુ છું. તેની પ્રોફાઈલ મુજબ, આ વ્યક્તિ એ પી.એચ.ડી કર્યું છે. તે મારી સુરક્ષા ને લાયક નથી તેમ છતાં મેં તેની ઓળખની માહિતી છત્તી ન કરવાનું નક્કી કર્યું,” ઇઝરાયેલના રાજદૂતે તેને શેર કરેલા સંદેશમાં વપરાશકર્તાની ઓળખ છુપાવી વખતે ટ્વિટ કર્યું.
સ્ક્રીનશોટ માં લખેલ હતું: “હિટલર મહાન હતો જ્યારે તેને તમારા જેવા ને બાળી નાખ્યા. તરત જ ભારત થી વિદાય લો… હિટલર એક મહાન વ્યક્તિ હતો.”
ફોલો-અપ ટ્વીટમાં, તેમણે તેમના શુભેચ્છકો નો આભાર માન્યો અને કહ્યું કે તેમને મળેલા સમર્થનથી તે “સ્પર્શ” થયા છે.
તેમણે કહ્યું, “હું તમારા સમર્થન થી પ્રભાવિત થયો છું. ઉલ્લેખિત ડી.એમ. કોઈ પણ રીતે સોશિયલ મીડિયા સહિત ભારતમાં આપણે જે મિત્રતાનો આનંદ માણીએ છીએ તેનું પ્રતિબિંબ નથી. ફક્ત આ એક રિમાઇન્ડર બનવા ઇચ્છતા હતા કે સેમિટિઝમ વિરોધી ભાવના અસ્તિત્વમાં છે, આપણે તેનો સંયુક્તપણે વિરોધ કરવો જોઈએ અને ચર્ચાનું સુસંસ્કૃત સ્તર જાળવવા ની જરૂર છે.”