ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ મેચમાં રેફરીએ ગળામાં તુલસીની માળા પહેરવા બદલ 12 વર્ષના શુભ પટેલને મેદાનમાંથી બહાર કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં શુભ પટેલે જણાવ્યું કે ફક્ત એક ફૂટબોલની મેચ રમવા માટે હુ મારી કંઠી તોડવાને બદલે હું મારા ધર્મનું પાલન કરવાનું વધુ પસંદ કરીશ.
સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી શુભે વધુમાં કહ્યું કે ગળામાંથી કંઠી દૂર કરવી તે હિંદુ ધર્મના સિદ્ધાંતો વિરૂદ્ધ છે અને જો મેં એ સમયે પ્રસાદમાં મળેલી કંઠી ગળામાંથી દૂર કરી હોત તો ભગવાનને એમ લાગત કે મેં તેમનામાંથી શ્રદ્ધા ગુમાવી દીધી છે.
શુભે જણાવ્યું કે માળા પહેરવાથી મને સલામતિનો અહેસાસ થાય છે.
To know your corporator download Netafy App: https://bit.ly/3q84h5z