ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્યપ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના વિશાળ હીતને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ (Education Minister Jitu Vaghani) મોટી જાહેરાત કરી છે.
જે અંતર્ગત હવેથી હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ની જગ્યા એ ૩૦ ટકા પૂછાશે. જેથી વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ફાયદો જોવા મળશે.