– વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો થઇ (Class-4 workers demand)
– શહેરમાં બની રહેલા કોમી તોફાનો અંગેકમિશ્નરનું ધ્યાન દોર્યું. (City-Riots)
– તોફાનોને જોતા વિવિધ વિસ્તારોમાં લારીઓ/ દુકાનો વહેલી બંધ કરાવાય છે તો મોઘલવાડા, મચ્છીપીઠ અને યાકુતપુરા વિસ્તરામાં મોડે સુધી ખુલ્લી રખાતી દુકાનો પણ બંધ કરાવવા માંગ કરી
– વાઘોડિયા રોડ અને છાણી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની સમસ્યાઓ મુદ્દે ઉગ્ર વિરોધ થયો (Drainage-Water problems)
– અમી રાવતે તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું, 80% ઉકેલાયેલી દર્શાવેલી પાણીના લો પ્રેશરની ફરિયાદો હજુ પણ યથાવત (Water in low Pressur Problem)
– વાસણા રોડ પર ગેરકાયદેસર દબાણો અને ખાનગી પ્લોટ પર ભાડા અંગે રજૂઆતને લઇ કોંગ્રેસના જહા ભરવાડ અને ભાજપના કલ્પેશ પટેલ વચ્ચે શાબ્દિક રસાકસી સર્જાઈ.
વડોદરા, મેયર કેયૂર રોકડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ વિવિધ મુદ્દે સભા ગજવી. (VMC- Mayor Keyurbhai Rokadia)
સભામાં વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નો, શહેરમાં બની રહેલા કોમી તોફાનો અંગે કોર્પોરેટરોએ રજૂઆતો કરી. વળી બીજી તરફ શહેરના વાઘોડિયા રોડ અને છાણી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની સમસ્યાઓ તેમજ વાસણા રોડ પર ગેરકાયદેસર દબાણો અને ખાનગી પ્લોટ પર ભાડા અંગે રજૂઆતને લઇ કોંગ્રેસના જહા ભરવાડ અને ભાજપના કલ્પેશ પટેલ જય રણછોડ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું.
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમી રાવતે તંત્રની કામગીરીની ઝાટકણી કાઢતા જણાવ્યું કે 80% ઉકેલાયેલી દર્શાવેલી પાણીના લો પ્રેશરની ફરિયાદો હજુ પણ યથાવત છે. ઉપરાંત કહ્યું અધિકારીઓ સ્થળ પર વિઝીટ કરી આવે એટલે ફરિયાદ સોલ થઇ ગઈ એમ ન ગણી શકાય.
Read Latest Vadodara News.