વડોદરા (In Vadodara city stray cattle issue) શહેરમાં સતત બીજા દિવસે રખડતાં ઢોરનાં હુમલાનાં બનાવમાં હિરેન પરમાર નામનાં યુવાનને ગાયે અડફેટે લેતાં અકસ્માત થયો હતો.
શહેરનાં અલકાપુરી (In Alkapuri area) વિસ્તારમાં ટેટૂ બનાવવાનો વ્યવસાય કરતા હિરેન પરમારને (Hiran Parmar) ગાયે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
ગતરોજ રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં જેતલપુર રોડ થી અલકાપુરી તરફ આવતાં હિરેનને અચાનક સામેથી દોડી આવેલી ગાયે અડફેટે લેતાં હિરેન એક્ટિવા સાથે પછાડ્યો હતો.
યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત યુવાનને મોઢાના ભાગે 12 ટાંકા આવ્યા અને હાથ, પગનાં ભાગે પણ ઘણી ઇજોઓ થઈ હતી.
વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં ગાયનાં હુમલાનો આ ત્રીજો બનાવ છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.