આજે દિલ્હીમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળે તે પહેલાં જ એક પછી એક ભાજપનાં દિગ્ગજ નેતાઓની ચૂંટણી નહિ લડવાની જાહેરાતથી રાજકીય ભુચાલ આવી ગયો છે.
સૌ પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરીને જણાવ્યું કે તેઓ ચૂંટણી નથી લડવાના અને પાર્ટી જે ઉમેદવાર ઊભો કરશે તેને જીતાડવામાં મદદ કરશે
ત્યારબાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પક્ષ પ્રમુખ સી આર પાટિલને પત્ર લખી જાણ કરવામાં આવી કે તેઓ પણ ચૂંટણી લડવાના નથી. પાર્ટી એ તેમને ઘણું આપ્યું છે. કેશુભાઈ પટેલ, નરેન્દ્રમોદી, આનંદી પટેલ અને વિજય રૂપાણી સહિતના મુખ્યમંત્રીની સરકારમાં તેઓ મત્રી રહી ચૂક્યા છે. હવે કોઈ બીજાને તક મળવી જોઈએ.
ત્યાર બાદ પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર, આર સી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અન્ય સિનિયર ધારાસભ્યોએ પણ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દિધો છે. અને હજી આ યાદી લંબાઈ શકે છે.
શું આ સિનિયર ધારાસભ્યોને જાણ થઈ ગઈ હતી કે તેમને ટિકિટ હવે નથી મળવાની અને તેથી જ પહેલેથી જાણ કરીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી?
પરંતુ જાણકારોનું માનવું છે કે ભાજપની આ કોઈ માઈન્ડ ગેમ હોય શકે
પ્રથમ યાદી જાહેર થાય ત્યારે કોઈપણ પ્રકારનો ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિ આવી શકે છે. ત્યારે અગાઉથી જ સિનિયર ધારાસભ્યોના મુખે જ ના પડાવીને તેમના ટેકેદારોનો ગુસ્સો શાંત કરવા માટેની આ રણનીતિ હોઈ શકે.
વડોદરાની વાત કરીએ તો સયાજીગંજ બેઠકના ધારાસભ્ય પહેલેથી જ ચૂંટણી ન લડવાની વાત જાહેર કરી ચૂક્યા હતા. જ્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ઉંમરના લીધે કપાઈ શકે છે. રાવપુરા ધારાસભ્ય અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ યાદીમાં મુકાઈ શકે છે.
વડોદરા ભાજપનાં સંભવિત ઉમેદવારોની યાદી જોવા અહી ક્લિક કરો bjplist_vadodara