અરુણાચલ (Arunachal) પ્રદેશના તવાંગ પ્રાંતમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરીથી હિંસક ઝડપનો મામલો સામે આવ્યો છે.
આ ઘટના 9મી ડિસૅમ્બરના રોજ બની હતી.
આ ઘટનામાં બંને દેશના જવાનોને ઇજા પહોંચી હતી. સેનાના અહેવાલ પ્રમાણે તવાંગમાં LAC પાસે અમુક વિસ્તાર એવા છે જ્યાં બંને દેશના જવાનો રોજિંદી પેટ્રોલિંગની કાર્યવાહી કરતા હોય છે, જેમાં ચીની સેનાએ તરફથી આ છમકલું બહાર આવ્યું છે.
9મી ડિસૅમ્બરે થયેલી આ ઘટનામાં સેનાઓના અહેવાલ પ્રમાણે ભારતીય સેનાના અંદાજિત 20 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
તો સામેની બાજુએ ચીનની સેનાને પણ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. હજી સુધી એકપણ બાજુએથી સૈનિકોઆ શાહિદ થવાની ઘટના બહાર આવી નથી.
ભારતીય સેનાના ઘાયલ સૈનિકોને તાત્કાલિક ગૌહાટીની સૈનિક હોસ્પિટલમાં ઈલાજ માટે લઇ જવામાં આવ્યા હતા.
સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, 9મી ડિસૅમ્બરે ચીનના સૈનિકો ભારતીય બોર્ડર પાસે જમા થવા લાગ્યા હતા. તેઓ અંદાજે 600ની સંખ્યામાં હતા.
આ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો હતા. બોર્ડર પર LAC પાસેનો સીમા વિવાદ ઘણા વર્ષોથી ચાલે છે. આ વિવાદને લઈને જ આ હિંસક ઝપટ સામે આવી છે તેમ માનવામાં આવે છે. 600માંથી 300 સૈનિકો પૂર્વ તૈયારી સાથે આગળ વધી રહ્યા હતા, તેઓને લાગતું નહોતું કે ભારતીય સેના આડે આવશે. પરંતુ ભારતીય સેનાએ તેઓના દાંત ખાટા કરી નાખ્યા હતા.
આ હિંસક અથડામણ પછી ઇન્ડિયન એરફોર્સ પણ પોતાની એક્શન મોડમાં આવી ગઈ હતી.
તેઓ સુખોઇ-30 ફાઈટર જેટથી કોમ્બેટ એર પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ત્રણ ચીની ડ્રોનની ઘૂસણખોરી રોખવામાં સફળ રહ્યા હતા. આ પેટ્રોલિંગ LAC પાસેના બે વિસ્તાર પરિક્રમા અને હોલીદ્વીપ તેમજ આસામના તેજપુર અને ચબુઆમાં ચાલતું રહેતું હોય છે.
2006થી અવારનવાર આવી ઘટના સામે આવતી રહેતી જ રહેતી હોય છે.
આ પહેલા 1લી મૅ, 2020ના રોજ પૂર્વીય લડાખના પેંગોંગ ત્સો તળાવ પાસે પણ આવી હિંસક અથડામણ સામે આવી હતી.
2021ના ઑક્ટોબર મહિનામાં પણ જયારે આવી ઘટના બની હતી ત્યારે ભારતીય સેનાએ ચીનના કેટલાંય સૈનિકોને બંધક બનાવીને રાખ્યા હતા.
અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીનના વકરેલા સીમાવિવાદને લઈને બંને દેશોએ કરેલી મંત્રણાઓમાં, શાંતિ, નિયંત્રણ અને સ્થિરતા રાખવા માટેનું સમાધાન કરવામાં આવ્યું હતું.