Menu Close

Indian Railways Will Now Levy Hefty Penalty For Excess Luggage:રેલવેમાં હવે વધુ સામાન સાથે મુસાફરી કરતા પકડાયા તો સામાનના દરનો 6 ગણો દંડ વસૂલાશે

indian-railways-will-now-levy-hefty-penalty-for-excess-luggage-india-news-netafy-news

રેલવે વિભાગે (Indian Railways) પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને માહિતી આપી છે કે, “રેલવેમાં પ્રવાસ દરમિયાન વધુ સામાન સાથે ન રાખો.

જો સામાન વધુ હોય તો તેને લગેજ વાનમાં ચોક્કસપણે બુક કરાવો.

જો સામાન વધુ હશે તો મુસાફરીની મજા અડધી થઈ જશે!” રેલવે વિભાગે દરેક કોચમાં સામાન લઇ જવા માટે મર્યાદા નક્કી કરી છે જે મુજબ, સ્લીપર કોચમાં મુસાફરો 40 કિલો, AC-2 ટાયરમાં 50 કિલો અને ફર્સ્ટ ક્લાસ AC કોચમાં વધુમાં વધુ 70 કિલો વજન સાથે લઇ જવાશે.

જો ક્ષમતા કરતા વજન વધી જાય તો વધારાનો સામાન લગેજ વાનમાં બુક કરાવવાનો રહેશે. જેમ કે જો કોઈ યાત્રી વધુ સામાન સાથે મુસાફરી કરતો પકડાશે તો તેણે સામાનના દરના 6 ગણા અલગથી ચૂકવવા પડશે.(Rail Passengers will pay 6 times penalty for carrying extra luggage in trains)

એટલે કે, જો કોઈ વ્યક્તિ 40 કિલોથી વધુ વજનના સામાન સાથે 500 કિમીની મુસાફરી કરી રહ્યું છે, તો યાત્રી 109 રૂપિયા ચૂકવીને તેને લગેજ વાનમાં બુક કરાવી શકે છે.

જયારે બીજી તરફ જો કોઈ મુસાફર પ્રવાસ દરમિયાન વધુ સામાન સાથે પકડાય છે તો તેને 654 રૂપિયાનો દંડ ભરવો પડશે. ઉપરાંત યાત્રીઓ સાથે ગેસ સિલિન્ડર, કોઈપણ જ્વલનશીલ રસાયણ, ફટાકડા, એસિડ, દુર્ગંધયુક્ત વસ્તુઓ, ચામડું અથવા ભીની ખાલ, તેલ, ગ્રીસ, પેકેજોમાં ઘી, વસ્તુઓ કે જેના તૂટવાથી અથવા ટપકવાથી મુસાફરોને ઈજા થઈ શકે તેવી તમામ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધિત લાદવામાં આવ્યો છે.

જો કોઈ પકડાશે તો તેમની વિરુદ્ધ રેલવે વિભાગ કલમ 164 હેઠળ કાર્યવાહી કરશે. 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *