પુતિનનો દાવો કે ખારકીવમાં 3000 ભારતીય નાગરિકો બન્યા બંધક, ભારતે આ દાવાને નકારી કાઢ્યો છે
યુક્રેનની રાજધાની કિવથી નીકળી (Ukraine’s capital Kiw) રહેલા એક ભારતીય વિધાર્થી ગોળી વાગવાથી ઘાયલ થયો હોવાના અહેવાલ છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વી કે સિંહ, જેઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની સુવિધા આપવા માટે હાલમાં પોલેન્ડમાં છે, તેમણે જણાવ્યું હતું કે ઘાયલ વિદ્યાર્થીને કિવ પાછા લઈ જઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) ગઈ કાલે દાવો કર્યો હતો કે યુક્રેનિયન દળો દ્વારા પૂર્વી યુક્રેનના ખાર્કિવ ટ્રેન સ્ટેશન પર 3,000થી વધુ ભારતીય નાગરિકોને બંધક બનવવામાં આવ્યા છે. કલાકો પહેલા જ ભારતે કહ્યું હતું કે તેને કોઈપણ વિદ્યાર્થીને લગતી બંધકની સ્થિતિના કોઈ અહેવાલ મળ્યા નથી.
નવી દિલ્હીમાં અધિકારીઓએ આને સંગ્રામ ક્ષેત્રમાં મુશ્કેલ પરિસ્થિતિ તરીકે જોયા જ્યાં નાગરિકો બંકરો અને ભૂગર્ભ આશ્રયસ્થાનોમાં કવર લઇ રહ્યા છે અને શેરીઓમાં કર્ફ્યુને કારણે હિલચાલ પ્રતિબંધિત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પુનરોચ્ચાર કર્યો કે બંધકની કોઈ સ્થિતિ નથી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુક્રેનના નાયબ વિદેશ મંત્રી સાથે ખાર્કિવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા અંગે વાત કરી હતી.
પુતિનની ટિપ્પણીના થોડા સમય પછી, યુક્રેનિયન અને રશિયન અધિકારીઓ નાગરિકોને બહાર કાઢવા અને માનવતાવાદી પુરવઠો પહોંચાડવા માટે સલામત કોરિડોરની વ્યવસ્થા કરવા માટે કામચલાઉ કરાર પર પહોંચ્યા હતા.
અંદાજે 4,000 ભારતીયો, જેમાં મોટાભાગે મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ છે, રશિયાની સરહદની નજીક યુક્રેનના પૂર્વ અને ઉત્તર-પૂર્વીય ભાગોમાં અટવાયેલા છે. ભારત તેના નાગરિકોને યુક્રેનના પશ્ચિમી પડોશી દેશોથી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે કારણ કે રશિયન હુમલાને કારણે 24 ફેબ્રુઆરીથી એરસ્પેસ બંધ કરવામાં આવી છે.