ઉંડેરાની નીલકમલ સોસાયટીમાં (In Undera Nilkamal Society) મસમોટા ભુવાની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો
છેલ્લા 6 મહિનાથી વોર્ડ 10ની કચેરીના સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી.
ઉંડેરા 2 માં આવેલી નીલકમલ સોસાયટીનો કોર્પોરેશનમાં સમાવેશ થયો પરંતુ સમાવેશ થતા જ સોસાયટીનો વિકાસ રૂંધાઇ ગયો.
સોસાયટીમાં મસમોટા ભુવાની સમસ્યાથી હેરાન રહીશોએ 6 મહિનાથી વોર્ડ 10ની કચેરીના સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા વિરોધ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા.
કોર્પોરેટર મીનાબેન (Corporator Minaben) તથા મેયર કેયુર રોકડિયાને (Mayor Keyurbhai Rokadia) પણ પર્સનલમાં મેસેજ કરી રજુઆત કરી હતી છતાંય કોઈ સમાધાન ન આવ્યું.
રહીશોએ વિરોધ જતાવતા જણાવ્યું કે
મસમોટા ભુવામાં નાના બાળકો કે કોઈ પણ વ્યક્તિ પડશે તો કોણ જવાબદાર રહેશે?