ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ થઈ હવે બૂલડોઝર વારી
ખંભાતના જે વિસ્તારમાં રામનવમી યાત્રા પર (Violence on Ram Navami in Khambhat) પથ્થરમારો થયો હતો ત્યાં આજે બુલડૉઝર ફરી વળ્યા
તોફાનીઓનાં તમામ ગેરકાનૂની દબાણો અને લારી-ગલ્લાઓનો સફાયો
શું ગુજરાતમાં પણ દાદાના બુલડોઝર ચાલવા જોઈએ?
ગત રવિવારે રામનવમીના પાવન પર્વે આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ખંભાત તાલુકામાં કોમી હિંસા ભડકી ઉઠી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ એક સુનિયોજિત કાવતરું હતું.( Pre-planned conspiracy)
કડક કાર્યવાહીની ભાગરૂપે તોફાનીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરાવી દેવાનો આદેશ ગૃહવિભાગ તરફથી છૂટ્યો હતો. (After Uttar Pradesh and Madhya Pradesh, the Gujarat government is now executing ‘bulldozer justice’) કાર્યવાહી દરમિયાન દરગાહની સામે આવેલી તમામ દુકાનો ધ્વસ્ત કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ રમખાણો સંપૂર્ણપણે યોજનાબદ્ધ હતા. આ ઘટનાના મુખ્ય આરોપી મૌલવી દ્વારા દરગાહમાં બેસીને આખી યોજના ઘડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા આવી જ કાર્યવાહી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની સરકાર દ્વારા કરવામાં આવી છે. ભાજપની અન્ય સરકારો પાસેથી જાણે પ્રેરણા મળી હોય તેમ ગુજરાતમાં પણ તોફાની તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરવા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આયો હતો. (Bhupendrabhai Patel)
ટ્રેક્ટર અને બુલડોઝર વડે ASP અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ખંભાતમાં રામનવમીની યાત્રા (Ram Navami in Khambhat) પર ફાટી નીકળેલા તોફાનોમાં તોફાનીઓ દ્વારા અનેક દુકાનો અને વાહનોમાં આંગ ચાંપવામાં આવી હતી, તેમજ એક વ્યક્તિનો જીવ પણ ગયો હતો.
Follow Netafy News & Stay updated with vadodara local news.