Menu Close

International Drugs Scam Racket Caught In Ahmedabad Bopal Area: અમદાવાદના બોપલમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો મોટો ઘટસ્ફોટ

international-drugs-scam-racket-caught-in-ahmedabad-bopal-area

ડ્રગ્સ પેડલર યુવતીઓને ફસાવી, નશાની લત ચડાવી, ડ્રગ્સની આડમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાનો મોટો ખુલાસો

ડ્રગ્સ માફિયા વંદિત પટેલની પૂછપરછમાં ઉદ્યોગપતિ અને બિલ્ડરની યુવતીઓ પણ શામેલ

અત્યાર સુધીમાં 4 આરોપીઓ, વંદિત પટેલ, પાર્થ શર્મા, સંજયગિરી ગોસ્વામી અને ઝીલ પરાતેની ધરપકડ કરવામાં આવી

અમદાવાદના બોપલમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં પોલીસને મોટી માહિતી હાથ લાગી. (International drugs scam racket caught in Ahmedabad bopal area)

વંદિત પટેલની પૂછપરછ કરાતા બહાર આવ્યું કે ઉદ્યોગપતિ અને બિલ્ડરની યુવતીઓ પણ આ રેકેટમાં સંડોવાયેલ છે.

યુવાનો ડ્રગ્સના બંધાણી, ડ્રગ્સ પેડલર બની ગયા હોવાનું બહાર આવ્યું છે. જે જોતા ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી સાથે પણ કનેક્શનની તપાસ શરૂ કરાઇ છે. તેઓ ડાર્ક વેબ પર જઇ વિદેશથી ડ્રગ્સ મંગાવતા હતા.

ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં શ્રીમંત પરિવારના નબીરાઓની સંડોવણી સામે આવી છે.

ડ્રગ્સ પેડલર યુવતીઓને ફસાવીને સેક્સ રેકેટ ચલાવતા, બંધાણી યુવતીઓ ડ્રગ્સ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતી.

નશા માટે પૈસાની જરૂર પડતા યુવતીઓ દેહવેપાર માટે પણ તૈયાર થઇ જાય છે. આવી યુવતીઓ પાસે પેડલરો દેહવેપાર કરવાતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આગળની પૂછતાછ શરૂ કરી દીધી છે.

પૂછપરછમાં 7 જેટલા ડ્રગ્સ પેડલરોના નામ સામે આવ્યા. જે અંતર્ગત 5 પેડલરો અમદાવાદના, 2 પેડલરો વાપી અને દમણ બાજુના હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે ગુજરાતની શાળાઓના બાળકોને ડ્રગ્સની લતે ચડાવવામાં આવી રહ્યા છે.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતો વંદિત પટેલ અને અન્ય ત્રણ સાગરીતો વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. છેલ્લા 2 વર્ષમાં તેમણે કુલ રૂ.10 કરોડના ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી અને અંદાજે રૂ. 4 કરોડના ક્રિપ્ટો કરન્સી વ્યવહાર કર્યા હતા.

આ ડ્રગ્સને વિવિધ રાજ્યોના એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટસના વિધાર્થીઓને મોકલાતા હતા.

એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેમના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીઓ એ વિવિધ 50 જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામા પર 300થી વધુ વખત ડ્રગ્સ મગાવી ચુક્યા હોવાની જાણકારી બહાર આવી.

આખા રેકેટનો માસ્ટર માઈન્ડ વંદિત પટેલ ટેલીગ્રામ અને સ્નેપચેટ એપ્લિકેશનનાં માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક સાંધતો હતો.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *