શું જગદીશ ઠાકોર (Jagdish Thakre) કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે?
આખરે મહિનાઓ સુધી ચાલેલી મથામણનો અંત આવ્યો. કોંગ્રેસના (Congress) પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોર (Jagdish Thakre) જયારે વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરાયું. રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે નામોની સત્તાવાર જાહેરાત કરી છે.
જગદીશ ઠાકોરને આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની શરતે જવાબદારી સોંપવામાં આવી. તેમજ તેમણે સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે.