વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. (Vadgam MLA Jignesh Mewani is visiting vadodara city)
તેમના દ્વારા આજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન (Organize Press conference) કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી સમયે મંદિર, મસ્જિદ કરે છે પરંતુ અમે માત્ર આરોગ્યનાં મુદ્દા પર ચૂંટણી લડીશું.
સરકાર દ્વારા દારૂ અને ડ્રગ્સ જેવા મુદ્દા પર પણ કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ માલેતુજાર ની સરકાર માત્ર પૈસાદારો ફાયદો કરી આપવા મન ફાવે તેમ TP પાડે છે અને કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે.
લારી ગલ્લા વાળા અને ગરીબોને બે-ઘર કરનારી આ સરકારને માલેતુજારોને દબાણો દેખાતા નથી.
આમ આજે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા શહેરનો માહોલ ગરમાયો હોય તેમ લાગે છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.