ચેક બાઉન્સ કેસમાં વોર્ડ નં 18નાં કોર્પોરેટર કલ્પેશ પટેલ ( જય રણછોડ) ને 1 વર્ષની કેદની સજા (Vadodara BJP Corporator Kalpesh Patel Sentenced To 1 Year In Rs 25 Lakh Check Bounce Case)
– વિધાનસભાની ચૂંટણી નજીક હોવાની ધડીએ જ કોઈ વિરોધીએ ખેલ પાડી દીધો હોવાની ચર્ચા
– 2016માં નવી સાઈટ ચાલુ કરવા માટે 25 લાખ ઉછીના લીધા હોય જે પરત ન કરી શકતા અને ચેક બાઉન્સ થતાં ફટકારાઈ સજા
માંજલપુર વિધાનસભા ટિકિટના દાવેદાર અને ગત કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીની હરાવીને તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત કરનાર વોર્ડ નં 18 નાં કોર્પોરેટર કલ્પેશ પટેલ કે ( BJP Corporator Kalpesh Patel word-18) જેમને લોકો જય રણછોડના નામે પણ ઓળખે છે, તેમને વડોદરા કોર્ટે ચેક બાઉન્સ કેસમાં 1 વર્ષની સજા સંભળાવી છે.
કેસની વિગત એમ છે કે વર્ષ 2016માં કલ્પેશ પટેલે નવી સાઈટ ચાલુ કરવા માટે 25 લાખ ઉછીના લીધા હતા અને સાઈટ પતે ત્યારે પાછા આપી દેવાનાં હતા. પરંતુ સાઇટનું કામ પત્યા પછી પણ એ રકમ પાછી આપવામાં આવી ન હતી અને ચેક પણ બાઉન્સ ગયો હતો, આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે 1 વર્ષની સજા અને 60 દિવસમાં 25 લાખ રૂપિયા પરત આપવા ની સજા ફટકારી હતી.
પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ કેસ માત્ર કલ્પેશ પટેલનું નામ માંજલપુર વિધાનસભા (Vadodara BJP Corporator Kalpesh Patel) ટીકીટ વાંછુકોની યાદી માંથી દૂર કરવા માટે આ આખો ખેલ કોઈ રાજકીય દુશ્મને ઘડી કાઢેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં માંજલપુરથી શ્રી યોગેશ પટેલ લડવાના નથી ત્યારે પાટીદાર ફેક્ટર કામ કરે તો કલ્પેશ પટેલ જ દાવેદાર હતા.
કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર તેમના ઘણા રાજકીય દુશ્મનો હોઇ શકે જે નથી ઈચ્છતા કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવે, અને તેથી કરી ને જ આજે આ કેસ થયેલ છે. પરંતુ તેઓ આ કેસ ની અપીલ ઉપર કરશે અને આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
Read Latest Vadodara News.