સૂરતની પી.પી.સવાણી શાળામાં પ્રખરતા શોધ કસોટી માટે હિજાબ પહેરીને આવેલી છાત્રાઓનો થયો વિરોધ
કર્ણાટકનાં હિજાબ વિવાદે (Karnataka Hijab Mater) આગ પકડી ગુજરાતમાં સૂરતની પી.પી.સવાણી શાળામાં (Surat’s P.P. Savani School) પ્રખરતા શોધ કસોટી માટે હિજાબ પહેરીને આવેલી છાત્રાઓનો થયો વિરોધ આજ રોજ સૂરતનાં વરાછા વિસ્તારમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓનો હિન્દૂ સંગઠનોએ વિરોધ (Opposed by Hindu Organisations) કર્યો હતો. પ્રખરતા શોધ કસોટીનું એક કેન્દ્ર આ શાળા હતી, જ્યાં આ છાત્રાઓ ભણતી નથી અને માત્ર પરીક્ષા આપવા આવી હતી.
હિજાબ પહેરેલી છાત્રાઓના ફોટો અને વિડિઓ વાયરલ થયા બાદ હિન્દૂ સંગઠનો શાળાએ આવ્યા હતા અને પ્રિન્સિપલને મળવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે એટલે શાળાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે 12 લોકોની અટકાયત કરી હતી.
હિજાબ વિવાદ ની શરૂઆત 1લી જાન્યુઆરીથી કર્ણાટકના ઉડ્ડુપીમાં થયી હતી, જયારે કોલેજે નવી યુનિફોર્મ પોલિસીના કારણે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા બદલ કલાસરૂમમાં બેસવા પર પ્રતિબંધ કર્યો હતો. તે વિદ્યાર્થીનીઓએ તેમનો શિક્ષાનો અધિકાર મેળવવા કર્ણાટક હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેની સુનવાઈ જારી છે.