હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11મી માર્ચ 2022ના રોજ રિલીઝ થઇ હતી. જેમાં કાશ્મીરમાં થયેલી પંડિતોની હિજરત અને તેઓ પર કેવા કેવા ઝુલ્મ કરવામાં આવ્યા હતા તેના વિશેની હતી.
તે વખતે આ ફિલ્મને જેટલો સારો પ્રતિસાદ મળ્યો હતો તેટલા જ વિવાદમાં ફસાઈ પણ હતી. ઘણાય લોકોએ આ ફિલ્મને પોલિટિકલ પ્રપોગાન્ડા તરીકે જાહેર કરી હતી.
આજે ફિલ્મ રિલીઝ થયાના નવ-દસ મહિના બાદ પણ નાનો મોટો વિવાદ થતો રહે છે. 28 નવેમ્બરના રોજ 53માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના સમાપન સમારોહમાં પણ આવો જ એક વિવાદ થયો હતો. જેમાં ઇઝરાયેલના ફિલ્મમેકર નદવ લેપીડે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિષે ટિપ્પણી કરીને વિવાદાસ્પદ મધપૂડો છેડ્યો હતો. નદવને આ ફેસ્ટિવલમાં જ્યુરી ચીફ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
નદવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ‘વલ્ગર’ અને ‘પ્રપોગાન્ડા’ ફિલ્મ તરીકે જણાવી હતી. તેણે વધુમાં આ ફિલ્મને એવું પણ કહ્યું હતું કે આ ફિલ્મને આ ફેસ્ટિવલમાં દર્શાવી એ મારા માટે આઘાતજનક વાત હતી. આ વાતને પાછી વાળવા માટે ભારતીય ફિલ્મમેકર અને ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર સુદીપ્તો સેને નદવના આ સ્ટેટમેન્ટને ટ્વિટર પર ‘પર્સનલ ઓપિનિયન’ તરીકે જાહેર કર્યું હતું.
નદવના આ સ્ટેટમેન્ટ પછી સમગ્ર સોશિયલ મીડિયા લાલઘૂમ થઇ ગયું હતું. જેમાં મીડિયા, સમર્થકો, એક્ટરો અને ફિલ્મમેકરોએ પણ ટ્વિટર પર પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મામલાની ગંભીરતાને સમજીને ભારતમાં રહેલા ઇઝરાયેલના એમ્બેસેડરને પણ વચ્ચે પડવું પડ્યું હતું.
ઇઝરાયેલી એમ્બેસડર, નૉર જિલોંએ ટ્વિટર પર કહ્યું કે લેપિડે IFFIના આમંત્રણનું અપમાન કર્યું હતું, આ એક દુરુપયોગપૂર્ણ પ્રયોગ હતો. આવું કહીને નૉરે નદવની ટિપ્પણીઓને સ્પષ્ટપણે વખોડી કાઢી હતી.
Check out more information of entertainment news.