Menu Close

આખરે કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચેનું દ્વંદ્વ યુદ્ધ શાંત

ketaninamdar-dinumama-bjp-compromise

આખરે પ્રદેશ મોવડીમંડળે આદેશ કરતા મીડિયામાં બેફામ આક્ષેપોનો સિલસિલો અટક્યો અને કેતન ઈનામદાર અને દીનુમામાં વચ્ચે સમાધાન થયું. આ સમાધાન કેટલું અસરકારક નીવડે છે એ તો આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જ ખબર પડશે. પરંતુ હાલ પૂરતું આ આખા ઘટનાક્રમ પર પૂર્ણવિરામ આવી ગયું છે.
જિલ્લા પ્રભારી શ્રી પરાક્રમસિંહ જાડેજા નાં બંગલે મળેલી બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કંઈ શરતોને આધીન આ સમાધાન કરવામાં આવ્યું છે એ તો હાલ પૂરતું વણઉકેલાયેલ છે.
બરોડા ડેરીના ચેરમેન દિનુ પટેલે (દિનુમામા) ધારાસભ્ય કેતન ઇનામદારને ખાતરી આપતા જણાવ્યું કે,બરોડા ડેરીને કે ડેરીના સભાસદોને થતું કોઈ પણ નુકશાન તથા ભ્રષ્ટાચાર જો તેમના ધ્યાનમાં આવશે તો તેને છોડવામાં નહીં આવે તેમજ દૂધના ઉત્પાદકોના પ્રશ્નો પણ ઉકેલવામાં આવશે.

“હું ટિકિટનો દાવેદાર છું, જો ટિકિટ નહિ મળે તો 2022માં સાવલી ડેસર વિધાનસભા માટે હું અપક્ષ પણ લડીશ”, ભાજપના સાવલી ભાટપુરાના ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીના નિવેદન પર પ્રશ્ન પૂછવામાં આવતા કેતન ઇનામદારે જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટણી લાડવાનો અધિકાર સૌને છે.
To know your corporator download Netafy App:

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *