Menu Close

Kids Should Learn Quran At Their Home Not In School – Himant Biswa Sarma: બાળકોને કુરાન ઘરમાં શીખવો, “મદ્રેસા” શબ્દનું અસ્તિત્વ ખતમ થવું જોઈએ, તો જ બાળકો ભણશે: હિમંત બિસ્વા સરમા- મુખ્યમંત્રી, આસામ

Kids should learn quran at their home not in school - himant biswa sarma

બાળકોને કુરાન ઘરમાં શીખવો, “મદ્રેસા” (Madresa) શબ્દનું અસ્તિત્વ ખતમ થવું જોઈએ, તો જ બાળકો ભણશે: હિમંત બિસ્વા સરમા- મુખ્યમંત્રી, આસામ (Aasam CM,Himanta Biswa Sarma)

– બાળકોને તેમના માનવાધિકારોનું ઉલ્લંઘન કરીને મદ્રેસામાં દાખલ કરવામાં આવે છે.
– શાળામાં વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત જેવા વિષયો પર વધુ ભાર આપવો જોઈએ.
– શાળાઓમાં સામાન્ય શિક્ષણ હોવું જોઈએ. ધાર્મિક ગ્રંથો તો ઘરે પણ ભણાવી શકાય છે.
– જ્યાં સુધી “મદ્રેસા” શબ્દ છે ત્યાં સુધી બાળકો ડોક્ટર અને એન્જિનિયર બનવાનું વિચારી શકશે નહીં.

દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ (Aasam CM,Himanta Biswa Sarma) દેશની તમામ શાળાઓમાં સમાન અને સામાન્ય શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે ‘મદ્રેસા’ શબ્દનું અસ્તિત્વ હવે સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ. બાળકોએ ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર અને વૈજ્ઞાનિક બનવા માટે અભ્યાસ કરવો જરૂરી છે. જ્યાં સુધી “મદ્રેસા” શબ્દ છે ત્યાં સુધી બાળકો ડોક્ટર અને એન્જિનિયર બનવાનું વિચારી શકશે નહીં. જો તમે બાળકોને કહેશો કે મદ્રેસામાં ભણવાથી તેઓ ડોક્ટર કે એન્જિનિયર નહીં બને, તો તેઓ જાતે જ ત્યાં જવાની ના પાડી દેશે.

વધુમાં તેમણે જણાવ્યું કે બાળકોને તેમના માનવાધિકારોનું ઉલ્લંઘન કરીને મદ્રેસામાં દાખલ કરવામાં આવે છે. શાળામાં વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત જેવા વિષયો પર વધુ ભાર આપવો જોઈએ. શાળાઓમાં સામાન્ય શિક્ષણ હોવું જોઈએ. ધાર્મિક ગ્રંથો તો ઘરે પણ ભણાવી શકાય છે. (Kids should learn quran at their home not in school – himant biswa sarma

 

For more updates follow Netafy.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *