પાન કાર્ડ દેશના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો પાન કાર્ડને હજુ સુધી આધાર સાથે લિંક કર્યું નથી તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ માર્ચ 2022 માં જ નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે પાન કાર્ડ ધારકોને આધાર સાથે લિંક કરવું પડશે.
પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ 30 જૂન, 2022 પછી આધારને પાન કાર્ડ સાથે લિંક કરવા પર 1000 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે.
દંડ ભર્યા વિના, તમે પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકશો નહીં.
જો તમે 31 માર્ચ 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં નિષ્ફળ થશો, તો તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.
જો આધારને પાન કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
પાન કાર્ડ નિષ્ક્રિય થયા પછી, બેંક ખાતાઓ, સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશે નહીં
સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે નહીં.
આ ઉપરાંત, તમે દસ્તાવેજ તરીકે પાન કાર્ડનો ઉપયોગ પણ કરી શકશો નહીં.
બીજી તરફ, જો તેનો ઉપયોગ પણ થાય છે, તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.
ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આવકવેરા વિભાગે ટ્વિટર પર આધારને પાન સાથે લિંક કરવાની માહિતી આપી છે. આવકવેરા વિભાગે તરત જ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા કહ્યું છે.
પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?
- સૌ પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હવે તમારે કવીક વિભાગમાં જવું પડશે, અહીં તમે આધાર લિંક પર ક્લિક કરો.
- નવી વિન્ડો પર તમારી આધાર વિગતો, પાન અને મોબાઈલ નંબર દાખલ કરો.
- આઇ વેલીડેટ માય આધાર ડીટેઇલ્સના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓ.ટી.પી. મોકલવામાં આવશે, તેને દાખલ કરો અને સબમિટ કરો.
- દંડ ભર્યા પછી, તમારુ પાન આધાર સાથે લિંક થઈ જશે.
વડાપ્રધાન મોદીની વડોદરાની સભામાં શું થયું એ જાણવું હોય તો હમણાં જ અહી ક્લિક કરો