તંત્રના નાક નીચે પાછલા બારણે મસમોટો ખાડો ખોદી “ચોઈસ” નામની કટલરીના દુકાનદારનો દુકાનની (choice cutlery store owner-Land grabbing) પાછળના ભાગે બીજો સ્લેબ ચણી જગ્યા પચાવી પાડવાનો ઈરાદો
મેયરને (Mayor Keyurbhai Rokadia) જાણ થતા તાત્કાલિક સ્થળ પર આવી કામ અટકાવી દબાણ શાખાની મદદથી માલ સમાન જપ્ત કરાવ્યો.
આ ઘટના અંગે શું તંત્ર ખરેખર અજાણ હશે કે તંત્રના જ માણસોની મિલીભગત હોઈ શકે?
વડોદરાના જ્યુબેલી બાગમાં પાછલા બારણે ચાલતું ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ બહાર આવ્યું.
મહાનગર પાલિકાની પરવાનગી વિના “ચોઈસ” નામની પ્લાસ્ટિક, કટલરીના દુકાનદારે દુકાનની પાછળનો ભાગ જે પાલિકાનો હોઈ તે પચાવી પાડવાનો પ્લાન બનાવ્યો હતો. દુકાનદારે મસમોટો ખાડો ખોદી સ્લેબ ભરવાની તૈયારી કરી દીધી હતી. પરંતુ સ્થાનિક કોર્પોરેટરોએ મેયરશ્રીને જાણ કરતા તેમણે આવી તાત્કાલિક આ કામ બંધ કરાવી તંત્રના નાક નીચે ચાલતું કૌભાંડ અટકાવ્યું હતું.
દુકાનદારને પૂછવામાં આવતા તેણે પરવાનગી લીધી હોવાનું જણાવ્યું હતું પરંતુ મેયર કેયૂર રોકડીયાએ સ્પષ્ટ જણાવ્યું કે આવી કોઈ પણ મંજૂરી આપવામાં આવી નથી. (Mayor Keyurbhai Rokadia was demolition illegal construction in Jubilee Baug)
પાલિકાના પ્લોટ (VMC-plot) અને વિવિધ જગ્યાઓ પર થતા દબાણો અટકાવવા માટે શહેરમાં તંત્ર દ્વારા ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે છતાંય તંત્રની જાણ બહાર આટલો મોટો ખાડો ખોદી જગ્યા પચાવી પાડવાનો ભ્રષ્ટાચાર કેવી રીતે શક્ય બન્યો હશે?
For more news click on Netafy_News Vadodara.