Menu Close

પ્રાથમિક સુવિધાઓના અભાવ છતાં કોર્પોરેશન દ્વારા વેરો ઉઘરાવતા સ્થાનિકો રોષે ભરાયાં

locals-outraged-by-corporation-collecting-taxes-despite-lack-of-basic-services

2020માં પાલિકામાં સમાવેશ છતાં ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, કરોડિયા, ઊંડેરા, વડદલા ને નથી મળી રહી પ્રાથમિક સુવિધા, સ્થાનિક રહીશો દ્વારા વિરોધ, વેરા બિલ ન ચુકવવાની ચિમકી

મૂળભૂત પાયાની સુવિધાઓનાં અભાવે આજ રોજ સેવાસી ગામનાં રહીશોએ પાલિકાની (VMC) કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેમજ અટલાદરાનાં બિલ કૅનાલ રોડ પર ઇન્દ્ર વિલા અને અવધ ઉપવન નજીક આશરે 40 સોસાયટીઓમાં 5 હજારથી વધુ પરિવારો રહે છે. ત્યાંના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતાં, વિરોધ નોંધાવતા વેરા બિલને ન ભરવાની ચીમકી આપી.
 
સેવાસી (Sevasi) અને બિલ (bill) કૅનાલ રોડ જેવા તમામ વિસ્તારો પેહલા ગ્રામ પંચાયત અથવા વુડા (Vadodara Urben Development Authority) નાં પરિક્ષેત્રમાં આવતા હતા. જૂન 2020માં સેવાસી (Sevasi) સાથે ભાયલી(Bhayli), વેમાલી (Vemali), બીલ (Bill), કરોડિયા (Karodiya), ઊંડેરા (Undera), અને વડદલા (Vadadla) ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
 
આ તાજેતરમાં સમાવિષ્ટ વિસ્તારોમાં સ્થાનિકોની અઢળક રજૂઆતો છતાંય અહીં પાણી, શૌચાલય, રોડ-રસ્તા, ગટર-લાઈન, કચરાપેટી, અને સ્ટ્રિટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી નથી. સેવાસી ગામનાં રહીશોનાં જણાવ્યા અનુસાર સમાવેશ થતી વખતે 5 વર્ષનાં વેરા માફ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યા હોવા છતાં કોર્પોરેશન દ્વારા કમરતોડ વેરા ઉઘરાવામાં આવે છે.
 
સૂત્રોચ્ચારમાં પાલિકાનાં દુર્લક્ષ્ય અને ઉપેક્ષિત વર્તનની નિંદા કરતા બિલ કેનાલનાં સ્થાનિકોએ કોર્પોરેશનને બેદરકાર જણાવ્યું હતું. રહેવાસી અંકિત સુથારનાં જણાવ્યા અનુસાર વુડા દ્વારા ડેવલપમેન્ટ ફીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવા છતાં કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી અને હોદ્દેદારોને લખેલ અરજીઓનું પણ નિરાકરણ થયું નથી.
 
અંકિત સુથારે કહ્યું કે કોર્પોરેશને વેરા બિલમાં તમામ માંગણીઓ કરી છે પરંતુ એક પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી. રહેવાસી નરેદ્ર જયસ્વાલે કહ્યું કે ભણેલા-ગણેલા લોકોની સોસાયટીઓ પર શાસનની મનમાની ચાલશે નહિ અને સેવાઓ વગર વેરો વસૂલ ન કરવો જોઈએ.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *