Menu Close

મધુ શ્રીવાસ્તવ બોલનાં પાક્કા નીકળ્યા – Madhu Shrivastav Waghodia

madhu_shrivastav_webp
વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી પોતાની ટિકિટ કપાતા, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ લડી લેવા કમર કસી હતી.
તેમણે પહેલા જ કહ્યું હતું કે હવે પછી ભાજપમાં પાછો ફરીશ નહિ. જે સાથ આપશે એનો સાથ લઈશ, પણ ચૂંટણી લડીશ.
તેમના આ બાગી તેવર જોઈ પ્રદેશ મોવડીમંડળ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગયું હતું.
પહેલા હર્ષ સંઘવી અને હવે ખુદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમને મનાવવા આવ્યા હતા.
પરંતુ મધુ શ્રીવાસ્તવના તેવર જરા પણ ઢીલા પડ્યા ન હતા અને ચૂંટણી લડવા પર અડગ રહ્યા હતા.
વડોદરા એરપોર્ટ પર સી આર પાટીલ સાથે તેમની 1 કલાક જેવી મીટીંગ ચાલી હતી, પરંતુ તેમની નારાજગી દૂર થઈ ન હતી.
આ બાજુ પાદરાનાં દીનુમામાએ પણ પોતાના બાગી વલણમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તે પણ અપક્ષ ચૂંટણી લડી લેવાના મૂળમાં દેખાયા.
એક માત્ર કરજણના સતીશ પટેલને સમજાવવામાં પ્રદેશ મોવડીમંડળ સફળ રહ્યું હતું. સતીશ પટેલ દ્વારા પાર્ટીને નુકશાન થાય એવું કોઈ કાર્ય નહિ કરે એવી ખાતરી આપી હતી. અને અપક્ષ લડવાનું માંડી વાળ્યું હતું.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *