વડોદરા શહેરમાં રખડતાં ઢોરનો (Stray Cattle) આતંક યથાવત, 7 દિવસમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
આ મુદ્દે આજે મેયર કેયુરભાઈ રોકડીયાએ (Mayor Keyurbhai Rokadia) નિવેદન આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 દિવસમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
તેઓ ભોગ બનેલાં લોકોને અપીલ કરે છે કે તેઓ ઢોરનાં માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે જેથી પોલીસ એકશન લઈ શકે, અને આજથી પાલિકા દ્વારા પણ રખડતાં ઢોર વિરૂદ્ધ ફરી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે રખડતાં ઢોરનાં માલિકોને લાયસન્સ આપવાનો કાયદો જે સરકારે મોકુફ કર્યો હતો તેનો અમલ મહાનગર પાલિકાઓમાં લાગુ કરવામાં આવે.
Follow Netafy News & Stay updated with vadodara local news.