કડક નિયંત્રણો અને દંડની જોગવાઈ જેવા અનેક મુદ્દા પર આજે પશુપાલકોની પાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક
વડોદરા પાલિકાના મેયર કેયુર રોકડીયા ઘ્વારા મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઇ પટેલ અને માન. પ્રદેશ અઘ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી અને શહેરના નાગરિકોના હિતને ઘ્યાનમાં લઇને શહેરને ઢોર મુકત બનાવવા માટે શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, ઘારાસભ્યશ્રીઓ, ભાજપ શહેર અઘ્યક્ષ ડૉ. વીજય શાહ, મહામંત્રીશ્રીઓ, મહાનગરપાલિકાના ડે.મેયરશ્રી, અઘ્યક્ષશ્રી સ્થાયી સમિતિ, માન. નેતાશ્રી શાસકપક્ષ, માન. દંડકશ્રી, શાસક૫ક્ષ, માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી, માન. કલેકટરશ્રી તેમજ માન. પોલીસ કમિશનરશ્રી સાથે સરકીટ હાઉસ ખાતે એક સંયુકત બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
પશુપાલકો તેઓના ઢોરોને બેફામ રીતે રસ્તા ૫ર છોડી દેતા પશુઓ જાહેર રસ્તા ૫ર આવી જાય છે અને તેને લઇને રસ્તા ૫ર અવર-જવર કરતાં નાગરીકોને ગંભીર અકસ્માત તથા જાનહાનિનો ગંભીર સામનો કરવો પડતો હોય છે. જેને લઇને કેટલા મહત્વના મુદદાઓ ૫ર ચર્ચા થઇ હતી.
જાહેર રસ્તા ૫રથી જો કોઇ ઢોર પ્રથમવાર ૫કડાય તો દંડ પેટે રૂ.૬,ર૦૦/- + રૂ.૧૦૦ ખાઘા ખોરાકી પ્રતિદિન લેવામાં આવે છે અને જો તે જ પશુ બીજીવાર ૫કડાય છે તો રૂ.૧૧,ર૦૦/- દંડ + રૂ.૧૦૦ ખાઘાખોરાકી પ્રતિદિન તે પશુના પશુપાલક પાસેથી વસુલવામાં આવે છે. તે પશુ ઘ્વારા કોઇ જાનમાલની હાનિ ઘ્યાનમાં આવશે તો તે માટે પશુપાલકની ગંભીર બેદરકારી સમજી પોલીસ કમિશનરશ્રી ઘ્વારા પાસા ૫ણ કરવામાં આવશે.
વડોદરા પાલિકા ઘ્વારા આજરોજ પશુપાલકો સાથે કોર્પોરેશનના સૌ ૫દાઘિકારીઓ તથા પાર્ટીના આગેવાનો બેઠક યોજી અનેક મુદ્દાઓ પર મંથન કરશે.
આશરે ૬૦૦૦ જેટલા પશુઓનુ આર.એફ.આઇ.ડી. ટેગીંગ બાકી છે જેનુ આવનાર ૩૦ દિવસોમાં પશુપાલકો ઘ્વારા સદરહુ ટેગીંગ કરાવવુ અત્યંત જરૂરી બની રહેશે, તે માટેની ખાસ વ્યવસ્થા વડોદરા મનપા ઘ્વારા ઉભી કરાશે તેમ છતાં જો કોઇ પશુપાલક ઘ્વારા ઢોરનુ આર.એફ.આઇ.ડી. ટેગીંગ કરાવવામાં નહીં આવ્યુ હોય અને જો તે ઢોર પકડાશે તો તે ઢોરને છોડવામાં નહીં આવે તેવો મહત્વનો નિર્ણય ૫ણ લેવામાં આવ્યો છે.
જે પશુ વડોદરા મહાનગરપાલિકાના કેટલ પોન્ડ માં હોય છે તેને ૭ દિવસ પછી પાંજરાપોળમાં શીફટ કરવામાં આવે છે જેને પશુપાલકો કલેઇમ કરી છોડાવી જતા નથી ત્યારે આવા પશુઓને પાંજરાપોળમાં શીફટ કરવામાં આવે ત્યારે પાંજરાપોળને પશુ દીઠ રૂ.૧૫૦૦ વન ટાઇમ વડોદરા પાલિકા ઘ્વારા આ૫વામાં આવે છે, તે રકમ હાલ બમણી કરી મહત્તમ રૂ.૩,૦૦૦/- કરવામાં આવી છે જેથી પાંજરાપોળ ઘ્વારા પશુઓની વઘુ સારી રીતે સારસંભાળ થઇ શકે.
To know more information Download Netafy App