Menu Close

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુલક્ષીને શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનુ આયોજન

modi-birthday-celebration-bjp-vadodara-seva-hi-sangathan

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુલક્ષીને વડોદરા શહેર સંગઠન દ્વારા 1700 જગ્યાઓ પર વિવિધ સેવાકીય કાર્યક્રમોનુ આયોજન થશે. કયા સ્થળ પર કઈ જગ્યાએ કાર્યક્રમ યોજાશે તમામ જાણકારી વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે આપી.

શહેરમાં કાર્યરત વિવિધ 14 સેલના માધ્યમથી કાર્યક્રમો યોજાશે જેની શુક્રવાર અને શનિવારની રૂપરેખા નીચે મુજબ છે:

– ગણેશ દર્શન, રામ મંદિર તથા ઓલિમ્પિકમાં જે ખેલાડીઓ જીત્યા હોય તેમના પર નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ઊર્મિ સ્કૂલ (સમા રોડ) ખાતે સવારે 11 વાગ યોજાશે
– બપોરે 12 વાગે બીજેપીના ડૉ. સેલ અને મહિલા મોરચાના માધ્યમથી શહેરની 2000થી વધુ મહિલાઓનું સવિતા હોસ્પિટલ ખાતે peps meyer ટેસ્ટિંગ કરવામાં આવશે. દરેક ઈલેક્શન વોર્ડમાંથી 35 વર્ષથી મોટી ઉંમરના 100 જેટલા બહેનોનું નિઃશુલ્ક peps meyer ટેસ્ટિંગ થશે.

– બપોરે 1 વાગે મકરપુરા જીઆઇડીસીના માધ્યમથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે
– બપોરે 1.30 વાગે શહેરની વિવિધ 5 મસ્જિદ પાસે શુક્રવારની નમાઝ પૂર્ણ થયા બાદ “નમો એપ” ડાઉનલોડ કરવાનો કાર્યક્રમ શહેર ભાજપના લઘુમતી સેલના માધ્યમથી થશે.
– સાંજે 5.30 વાગે સમગ્ર વડોદરા લાયન્સ ક્લબ એકત્રિત થઇ લાયન્સ શતાબ્દી ગાર્ડન, ગોત્રી સેવાસી પાસે શરૂ કરશે તેમજ 1701 થી વધારે વૃક્ષારોપણ કરવામાં આવશે.
– શહેરના 19 ઈલેક્શન વોર્ડના 71 થી વધારે રામજી મંદિર પર સાંજે 7 વાગે આરતીનું આયોજન થશે
– શહેરમાં નીતિન ગડકરી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિશેષ કાર્યક્રમમાં હાજર રહેશે.
– સંઘના પ્રચારક તરીકે કામગીરી બજાવવા 1984 થી 1986 સુધી પીએમ મોદીએ શહેરના જે સ્થળે નિવાસ કર્યો હતો તેવા જુના સંઘ કાર્યાલય, કોઠી ખાતે હોટ એર બલૂન લગાવી સ્થળ ઉપર નીતિન ગડકરી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહેશે.
– શહેરના 71 અલગ અલગ સ્થળ ઉપર એક એક હોટ એર બલૂન લગાવવામાં આવશે જેની ઉપર રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકહિતમાં દર્શવવામાં આવશે જેથી યોજનાઓનો લાભ લઇ શકાય.
– સયાજીરાવ નગર ગૃહ ખાતે 271 જેટલી વિધવા બહેનોને રાજ્ય સરકાર દ્વારા મળતા પેંશન અંગેનું પ્રમાણપત્ર તથા સાંસદનિધિ માંથી દિવ્યાંગોને કૃત્રિમ અવયવો આપવાનો કાર્યક્રમ બપોરે 4 વાગે યોજાશે.
– 18 મી તારીખે શનિવારે સવારે 9 વાગે ભારતના યુવા સાંસદ બેંગલોર દક્ષિણથી પ્રતિનિધિત્વ કરતા તેજસ્વી સૂર્યા શહેરમાં આવશે. 35 વર્ષથી નાની બહેનો માટે યુથ કોન્ક્લેવ યોજાશે જેમાં તેઓ વુમન એમ્પાવરમેન્ટ પર પ્રવચન આપશે.
– રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.
– બાદમાં તેજસ્વી સૂર્યાનો શહેરના આદિવાસી કાર્યકર્તાના ઘરે ભોજનનો કાર્યક્રમ થશે.

To know more information download Netafy App 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *