Menu Close

આજે રાજ્યના 10 હજારથી વધુ સરકારી ડૉક્ટરો પડતર માંગણીઓને લઇ હડતાળ પર, કહ્યું, “આ સરકાર ગાંધી ચિંધ્યા માર્ગે જાગે એમ નથી”

more-than-10-thousand-doctors-from-gujarat-state-on-strike-for-their-demands-and-said-this-goverment-will-not-take-action-on-gandhis-way-netafy-news

અત્યાર સુધી ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી છતાંય નિવેડો ન આવ્યો. અમારો ભરોસો તુટ્યો છે, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે.: જીએમટીએ પ્રમુખ રજનીશ પટેલ

ડૉક્ટરો અને સરકાર વચ્ચેની લડાઈમાં ગરીબ દર્દીઓનો શું વાંક?

આજે ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડૉક્ટરો વિવિધ પડતર માગણીઓ ઉકેલવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા. (Today more than 10 thousand government doctors of Gujarat on strike with demand)

હડતાળ મુદ્દે જીએમટીએ પ્રમુખ રજનીશ પટેલે  કહ્યું કે અમારી પડતર માંગણીઓ મુદ્દે 2012 થી લડત ચાલુ છે તેમ છતાંય હજુ સુધી કોઈ નિવેડો ન આવતાં આજથી 5 કેડર એસોસિયેશન હડતાળમાં જોડાશે.

હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ સહીત એસોસિયેશનના ડૉક્ટર્સ અચોકક્સ મુદતની હડતાળ (Doctors of Gujarat Medical Teachers Association, GMERS Faculty Association, Gujarat Inservice Doctors Association,GMS Class 2 Medical Officers Association,ESIS doctors including On strike) પર ઉતર્યાં છે. OPD અને ઇમરજન્સી સહિતના તમામ કાર્યોથી ડૉક્ટરોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

જોકે રેસીડેન્સ ડૉક્ટર અને એએમસીના ડૉક્ટરો હડતાળમાં જોડાયા નથી એટલે દર્દીઓને અસુવિધા નહી પડે.

For more updates you can follow Netafy news

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *