Menu Close

MS University Selected As Knowledge Partner For PM Modi Dream Project Central Vista : વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટામાં M.S.Uniની નોલેજ પાર્ટનર તરીકે પસંદગી

MS university selected as knowledge partner for PM Modi dream project central vista netafy news

કલાનગરી વડોદરાની MS યુનિવર્સિટીને પ્રતિષ્ઠામાં વધારો

– PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલ વિસ્ટા’માં સમગ્ર દેશની ઝાંખી દેખાશે
– સમગ્ર દેશના હેરિટેઝ અને પ્રખ્યાત સ્થળો દિવાલો પર કલાકૃતિના રૂપે અંકિત થશે
– ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની કામગીરી નિભાવશે
– ભારત સરકાર અને MSU વચ્ચે MOU કરવામાં આવ્યાં

નવી દિલ્હીમાં આકાર પામી રહ્યું છે નવુ સંસદ ભવન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે જે “સેન્ટ્રલ વિસ્ટા” તરીકે ઓળખાય છે. (The Dream project of Prime Minister Narendra Modi is Considered to be known as “Central Vista”)

આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં સમગ્ર દેશની ઝાંખી દેખાય તે માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી છે. (M.S.University has been selected as a knowledge partner)

જેમાં યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની કામગીરી નિભાવશે.

એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે (M.S.University Vice Chancellor Vijay Kumar Srivastav) જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે કે યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે ગત 3 તારીખે એક MOU સાઇન કરવામાં આવ્યા છે.

જેમાં સંસ્કૃત, ટ્રેડિશનલ સ્ટડીઝ, વૈદિક સ્ટડીઝ, હિન્દુ સ્ટડીઝ, ભાતીગળ વાર્તા કથન, ઓરલ સ્ટડી, મેનુ સ્ક્રિપ્ટ લિપિ, ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ, ભાતીગળ નૃત્ય કલા, કલ્ચરલ ઇન્ફોર્મેશન, પર્ફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટસને લગતા વિવિધ વિષયો ઉપર નોલેજ પાર્ટનર તરીકે M.S.U ની પસંદગી થઈ છે.

દિલ્હી સ્થિત સંસદ ભવનની નવી ઇમારત સેન્ટ્રલ વિસ્ટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહથી સમગ્ર દેશનું આર્ટવર્ક સમાવવાનું કામ થવા જઈ રહ્યું છે.

જેમાં એમ.એસ.યુનિવર્સિટીને નોલેજ પાર્ટનર તરીકે સ્થાપવામાં આવ્યું છે.

આ ઇમારતમાં જુદાજુદા આર્ટવર્ક માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કામગીરી કરશે.

આ સિવાય યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ મદદ લેવાશે.

 

For more news click on Netafy-News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *