Menu Close

MSU VC Created Controversial Rules: MSUનાં વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવનો વિવાદિત નિર્ણય

MSU VP created controversial rules to enter in his cabin - netafy news

MSU નાં વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવની (MSU Vice Chancellor VijayKumar Srivastava Created controversial rules ‘ Mobile Phones are not allowed in VC office’) કેબિનમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મુકવાનો નિર્ણય VC દ્વારા લેવામાં આવ્યો છે.

MSU નાં વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા મુલાકાતીને મોબાઈલ ફોન કેબિનની બહાર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફાઈન આર્ટસ ફેક્લટીનાં વિવાદ બાદ યુનિ. હેડ ઓફિસ ખાતે હથિયારી જવાન પણ તૈનાત કરવામાં આવ્યાં છે.

વીસીની ચેમ્બરની બહાર ટ્રે મૂકી સૂચના સાથે બોર્ડ મૂકવામાં આવ્યું છે કે મુલાકાતીએ પોતાનો મોબાઈલ ટ્રેમાં મુકવો.

આ મામલે સેનેટ સભ્ય નિકુલ પટેલ (Senata Members Nikul Patel) દ્વારા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રજુઆત કરવામાં આવી હતી, કે યુનિ.ના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય કોઈ વીસીએ નથી લીધો.

હેડ ઑફિસમાં મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો જે યોગ્ય નથી.

MSU નાં PRO લકુલીશ ત્રિવેદીનો (Lakulish Trivedi) આ નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે,વીસીની ઑફિસમાં ફોનના કારણે ડિસ્ટર્બ ન થાય એટલે આવો નિર્ણય લીધો છે.

એક વ્યવસ્થાનાં ભાગરૂપે લીધેલો નિર્ણય છે. મુલાકાતીઓની સમસ્યાનું નિરાકરણ આવી શકે અને તે વાતચીત શાંતિથી કરી શકે.

VCની ઓફિસમાં જરૂરી ફાઈલો હોઈ તેને લઈને પણ આ નિર્ણય લીધો હોઈ શકે.


Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *