– ભેજાબાજે મેયરનો ફોટો વોટ્સએપના ડીપીમાં રાખી આસી. મ્યુનિ કમિશનર જીગ્નેશ ગોહિલ (Municipal Commissioner Jignesh Gohil) પાસે 50,000 રૂપિયાની માંગણી કરી, અને અધિકારીએ રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા.
– જો કે બાદમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા અધિકારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
મેયરની કોઈપણ વ્યક્તિને આવી રીતે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર ન કરવા અપીલ
ભેજાબાજે મેયરનો ફોટો વોટ્સએપના ડીપીમાં રાખી આસી. મ્યુનિ કમિશનર જીગ્નેશ ગોહિલ પાસે 50 હાજર રૂપિયાની માંગણી કરી હતી અને અધિકારીએ 50,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા હતા. બાદમાં અધિકારીને છેતરપિંડીની જાણ થતા જ અધિકારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (Police Cyber Crime Branch) ફરિયાદ નોંધાવી હતી.
મેયર કેયુર રોકડીયાએ (Mayor Keyurbhai Rokadia) આ બાબતે પોલીસ કમિશનર,સાયબર ક્રાઇમ એસીપીને ઉંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. ભેજાબાજનો મોબાઈલ ટ્રેસ કરતા મધ્યપ્રદેશ કે રાજસ્થાનનો હોવાની જાણકારી મળી છે. તેમજ મેયરે કોઈપણ વ્યક્તિને આવી રીતે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર ન કરવા અપીલ કરી છે.
For more news click on Netafy-News Vadodara.