આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન ઉભા કરાશે અને પ્રત્યેક વનમાં 75 વડના વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.
રાજ્યમાં ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિયાનને પણ વેગ મળશે.
આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વડનું વૃક્ષ વાવીને “નમો વડ વન” અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી. ( Today is International Forest Day) રાજ્યમાં “નમો વડ વન’ (Namo Vad Forest) અંતર્ગત 33 જિલ્લાઓમાં 75 વડ વન ઉભા કરાશે અને પ્રત્યેક વનમાં 75 વડના વૃક્ષનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: જીવિત કરશે. (Chief Minister Bhupendra Patel)
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2021ના આંકડા મુજબ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 6900 હેકટરનો વધારો નોંધાયો છે. રાજ્યમાં 2003માં વન વિસ્તાર બહાર અંદાજે 25.10 કરોડ વૃક્ષો હતા, તે વધીને હાલ 2021ની વૃક્ષ ગણતરી મુજબ 39.75 કરોડ થયા છે.
For more news click on Netafy_News Vadodara.