કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા જે પૈકી શહેરની દુમાડ ચોકડી પાસે નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે ને જોડતા બ્રિજની કામગીરીનુ તેઓ ખાતમુહૂર્ત કરશે. રૂ.34 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજની કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
બ્રિજને બંને તરફથી અંદાજે 1.9 કિલોમીટર પહોળો કરવામાં આવશે જેથી અંદાજે 1 લાખ વાહનોને ફાયદો થશે. તેમજ દુમાડ ચોકડી પાસે સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યોનું નિરાકરણ આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળમાં વડોદરા કોઠી વિસ્તારમાં આવેલી આર.એસ.એસ.ની ઓફિસમાં રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સંપર્કમાં આવેલા અને ઘરોબો ધરાવનાર પરિવારોને નીતિન ગડકરી મળશે.
To know more information download Netafy App