– સિદ્ધુ અને તેમના મિત્ર રુપિન્દર સિંહ સંધૂએ કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે મારામારી કરી હતી જે બાદ હોસ્પિટમાં તેમનું મોત નિપજયું હતું.
– 2006માં હાઇકોર્ટે સજા ફટકારતા સિદ્ધુએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી ચુકાદા પર રોક લગાવી હતી.
– પરંતુ પીડિત પરિવારે સુપ્રીમમાં રિવ્યૂ પિટીશન દાખલ કરતા હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો બદલી 1 વર્ષની સજા ફટકારી છે. (Navjot Singh Sidhu sentenced to 1 year jail term in 1988 roadrage case)
ડિસેમ્બર 1988માં નવજોતસિંહ સિદ્ધુ તેમના મિત્ર રુપિન્દર સિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના બજારમાં ગયા હતા ત્યાં માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેમની ભારે બોલાચાલી થઇ હતી.
જેમાં મારામારી થતા સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યા હતા. બાદમાં ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
જો કે તેમનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું કહેવામાં આવે છે. આ મામલે સિદ્ધુ અને તેમના મિત્ર બંને પર કેસ થયો હતો પરંતુ 1999માં સેશન્સ કોર્ટે કેસ ફગાવ્યો હતો.
પછીથી 2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી.
જે અંતર્ગત 2006માં હાઈકોર્ટે ચુકાદો આપતા સિદ્ધુ અને સંધૂને ગુનેગાર ઠેરવી 3-3 વર્ષની કેદની સજા કરી હતી.
તેમજ 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. બાદમાં સિદ્ધુએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી હતી.
પીડિત પરિવારે સુપ્રીમમાં રિવ્યૂ પિટીશન દાખલ કરતા હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો બદલતા સિદ્ધુને 1 વર્ષની સજા સંભળાવી છે.
For more news click on Netafy-News Vadodara.