નાયાબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે 27 ઓગષ્ટના રોજ ગાંધીનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલી ધર્મસભામાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બંધારણ ટકેલા છે. અને બહુમતિ છે ત્યાં સુધી જ બિનસાંપ્રદાયિકતાની વાત કરાશે, જો હિંદુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા તો બધું પૂર્ણ થઇ જશે. કોઇ કોર્ટ, કચેરી કે બંધારણનું અસ્તિત્વ નહીં રહે તેમજ બિનસાંપ્રદાયિકતા જોખમમાં મુકાશે અને બધું દફન થઇ જશે.
જો કે બાદમાં નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે તેમણે હાલની પરિસ્થિતિના સંદર્ભમાં કહ્યું હતું. દુનિયામાં વર્તમાનમાં જે ચિત્ર ઉપસી રહ્યું છે તે જોઈને લોકો પણ તેમના નિવેદન સાથે સહમત થશે.
ઉપરાંત અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને તાલીબાનનું ઉદાહરણ આપતા જણાવ્યું કે કેવી રીતે ત્યાં તાલીબાનનું શાસન આવતા જ મહિલાઓની સ્વતંત્રતા સહીત બધું જ છીનવાઈ ગયું.
To know more information download Netafy App: https://bit.ly/3q84h5z