પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક સિનિયર મંત્રીઓ દ્વારા ગતરોજ એકાએક જાહેરત કરીને ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવામાં આવી હતી.
પોતાના સિનિયર નેતાઓ પાસે આ જાહેરાત કરાવડાવી પક્ષે એક વાત સાફ કરી દીધી હતી, કે અન્ય ધારાસભ્યોની ટીકીટ પણ કપાઈ શકે છે. દરેક ધારાસભ્યએ આ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.
ભાજપ આવા અવનવા અખતરા કરવા જાણીતું છે. ગત વર્ષે આખેઆખા મંત્રી મંડળને ઘરે બેસાડી દીધું હતું. તો હવે ચૂંટણી પણ નહિ લડવા દે. આમ કરવા પાછળનો હેતુ નવા ચહેરાઓને સ્થાન આપવાનો હોઈ શકે.
આવું જ કઈ વડોદરામાં થાય તો નવાઇ નહીં. વડોદરામાં 5માંથી ઓછામાં ઓછાં 4 ઉમેદવારો બદલાઈ શકે છે. સયાજીગંજ અને માંજલપુરમાં ઉમેદવારો બદલવા નક્કી હતું. પરંતુ હવે રાવપુરા અને અકોટા બેઠક પર પણ ઉમેદવાર બદલાય તો નવાઈ નહી. આ પરિસ્થિતિમાં વડોદરાને ભાજપનાં નવા ચહેરાઓ જોવા મળે તેની પ્રબળ શક્યતાઓ છે.
પરંતુ ભાજપ વર્તુળમાં ચર્ચા છે કે ભાજપ માંથી કોઈ અનપેક્ષિતને ટિકિટ મળે તો એમ ન સમજવું કે એ ઉમેદવાર આ બેઠક માટે સૌથી વધુ લાયકાત ધરાવે છે. કોઈ ને કોઈની ટિકિટ કાપવા માટે જ અન્ય ઉમેદવાર ને ટિકિટ આપવામાં આવી છે.