ઈલોન મસ્કે જ્યારથી ટ્વિટરને પોતાના તાબે કર્યું છે ત્યારથી નાના મોટા કંઈક ને કંઈક ફેરફારો થઇ રહ્યા છે. તેમાં આજે વધુ એક ફેરફાર થઇ રહ્યો છે. ટ્વિટર આજથી પોતાની બ્લુ વેરિફાઇડ સબસ્ક્રીપ્શનને રીલૉન્ચ કરવા માટે જઈ રહ્યું છે. ટ્વિટરના ઓફિસિયલ હેન્ડલ પરથી આ સમાચારને વહેતા કરવામાં આવ્યા હતા.
ટ્વિટરના(Twitter) સબસ્ક્રીપ્શનના ચાર્જ એન્ડ્રોઇડ અને એપલ યુઝર્સ માટે અલગ અલગ રાખવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ યુઝર્સે પોતાના એકાઉન્ટનું બ્લુ ચેકમાર્ક વેરિફિકેશન કરાવવા માટે $8 ચૂકવવા પડશે. જયારે એપલ યુઝર્સે(Apple Users) $11 ચૂકવવા પડશે. કારણ કે એપલ iOS તે માટે વધારાના 30% ટેક્સ વસુલે છે.
ટ્વિટર બ્લુના સબસ્ક્રીપ્શનમાં યુઝર્સને ટ્વિટ એડિટ, 1080p ક્વોલિટીના વિડીયો અપલોડ કરવા, લાંબા વિડીયોને પોસ્ટ કરવા, સર્વમાં અન્ય એકાઉન્ટ કરતા વધુ પ્રાયોરિટી, મેંશન, રીપ્લાય વગેરે જેવા ફીચર્સ મળશે. આ સાથે જ તેઓને બ્લુ ટીકનું વેરિફિકેશન સાઈન પણ મળશે તેમજ ટ્વિટર બ્લુમાં 50% જેટલો ઘટાડો કરવામાં આવશે અને નવી અપડેટ આવે તો તેઓને પ્રાથમિકતા આપશે.
ટીકમાર્કમાં પણ વિવિધતા જોવા મળશે. તેમાં બિઝનેઝ યુઝર્સના હેન્ડલને ગોલ્ડન ટીક, સરકારી ખાતાઓને ગ્રે ટીક અને તે સિવાયના સામાન્ય યુઝર્સ માટે બ્લુ ટીક મળશે. અગાઉ, માત્ર યોગ્યતા ધરાવતા હેન્ડલને જ બ્લુ ટીક મળતું પરંતુ હવે જે લોકો સબસ્ક્રીપ્શન મોડલ લેશે તેને જ બ્લુ ટીક આપવામાં આવશે.
ઈલોન મસ્કે (Elon Musk) નવેમ્બરમાં જયારે $44 બિલિયનમાં ટ્વિટ્ટર ખરીધું હતું ત્યારે જ તેણે ફેક એકાઉન્ટને કંટ્રોલ કરવા માટે ટ્વિટ્ટરનું સબસ્ક્રીપ્શન ધરાવતું મોડલ લાવવાની જાહેરાત કરી હતી. પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેણે ટ્વિટર બ્લુના લોન્ચને પોસ્ટપોન કર્યું હતું. પરંતુ આજથી ટ્વિટ્ટર ઓફિસિયલ ટ્વિટર બ્લુ દરેક યુઝર માટે લાવી રહી છે.
ભારતના યુઝર્સ માટે ટ્વિટરે બ્લુ સબસ્ક્રીપ્શન (Twitter Blue Tick) માટે 719 રૂપિયાનો ચાર્જ રાખ્યો છે. જે યુઝર્સે દર મહિને ચૂકવવાના રહેશે. પરંતુ ભારતમાં તેની ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી.
[Twitter vs Apple Netafy News]
બ્લુ સબસ્ક્રીપ્શન લાવવાનું મોટું કારણ એ છે કે ટ્વિટર દરરોજ $4 મિલિયન જેટલું નુકશાન ભોગવી રહ્યું છે. આમ, તેઓ માત્ર જાહેરાતો પર નિર્ભર ન રહેતા સબસ્ક્રીપ્શનનું નવું મોડલ લાવીને આ નુકશાનની ભરપાઈ કરવા માંગે છે.