દેશમાંથી આતંકી ફંડિંગના તમામ નેટવર્કનો ખાતમો બોલાવી દેવા અમિત શાહના સુરક્ષા એજન્સીઓને આદેશ
તમામ ખાનગી સુરક્ષા એજન્સીઓ પાસે યાદી તૈયાર છે તેમજ પૂર્વ આતંકવાદીઓ પર પણ નજર છે
બે દિવસની જમ્મુ-કશ્મીરની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આતંકી સંગઠનો અને શકમંદ લોકો પર કાર્યવાહી કરવા માટેની પૂરી છૂટ આપી છે. (Home Minister Amit Shah has given full permission to security agenciec to take action against terrorist organizations)
દેશમાં આતંકવાદ માટે ફંડ એકઠું કરનારા કાશ્મીરી વેપારીઓ, અલગાવવાદીઓ, પાકિસ્તાની આતંકી સંગઠનો પર હવે કડક કાર્યવાહી કરાશે. (
ગત વર્ષે 3 કરોડ રૂપિયાનું ભારતીય ચલણ ઝડપાયું હતું. જાણકારી અનુસાર ઘણા લોકો જેલમાં બંધ અલગતાવાદી નેતા મસરત આલમ, યાસીન મલિક, શબ્બીર શાહ, બિટ્ટા કરાટે જેવા લોકોના સંપર્કમાં છે. જેઓ દેશ-વિદેશમાં બેસીને તેમના ઈશારે ફંડ એકઠું કરી રહ્યાં છે. દેશની NIA અને તમામ ગુપ્તચર એજન્સીઓ પાસે અમુક લોકોના નામની યાદી છે કે જેઓ સીધા સંપર્કમાં છે. તેમની વિરુદ્ધ ટૂંક સમયમાં જ કાર્યવાહી થઈ શકે છે.
આ સિવાય રાજોરી, પુંછ, કુપવાડા અને પંજાબના કેટલાંક લોકો આતંકીઓ માટે ફંડ એકઠું કરી રહ્યાં છે. જેમની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
For more updates follow Netafy News.