– હવે મુસાફરીની તારીખ બદલાય તો પણ તમારે ટીકીટ કેન્સલ નહીં કરવી પડે
– ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે તારીખ બદલી શકાશે
– તેમજ તમે તમારું ડેસ્ટિનેશન સ્ટેશન પણ બદલી શકશો.
ભારતીય રેલવેએ મુસાફરી માટેના નિયમોમાં બદલાવ (IRCTC) કર્યો છે. ઘણીવાર આપણે પ્રવાસ માટે ટીકિટ મહિના પહેલા બુક કરાવી લઈએ છીએ અને છેલ્લી ઘડીએ યોજના બદલાઈ જવાને કારણે મુસાફરી રદ્દ કરવી પડતી હોય છે. (Change your Railway tickets anytime without cancelling you train ticket)
પરંતુ હવે તમારે જ્યાં જવાનું હતું, ત્યાં તે દિવસનાં બદલે આગળ કે પાછળનાં દિવસે જવાનું થયું એટલે કે મુસાફરીની તારીખમાં ફેરફાર કરવો હોય તો કરી શકાશે અને ટિકિટ કેન્સલ કરવાની જરૂર પણ નહિ પડે.
પ્રવાસની તારીખ બદલવા માટે તમારે ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન માસ્ટર અથવા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર પર જઈ એપ્લિકેશન આપવાની રહેશે.
આ સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંનેમાં ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ડેસ્ટિનેશન સ્ટેશનને બદલીને તમારી યાત્રા આગળ વધારી શકો છો.
જેના માટે તમારે ટ્રેનના ટીટીઈ પાસેથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ ખરીદવી પડશે. જે સ્થળ સુધીની તમારી પાસે ટીકીટ છે, તમારે તેની આગળ જવા માટે ત્યાંથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની નવી ટિકિટ લેવી પડશે.
For more news click on Netafy-News Vadodara.