Menu Close

હવે ભારત-પાક સરહદ, નડાબેટ ખાતે વાઘા-અટારી બોર્ડર જેવો વ્યુ નિહાળી શકશો

Now you can visit wagah atari border in gujarat at nadabet - netafy news - amit shah

– નડાબેટમાં 125 કરોડના ખર્ચે બનેલા ટુરિઝમ પ્રોજેક્ટનું (Border Tourism Project in Gujarat) ઉદ્ઘાટન કરાયું.
– નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ (Nadabet Seemadarshan Project) દેશમાં BSFનો સૌપ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે.
-40 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવાયો
– મુલાકાતીઓ અહીં ભારતીય સેના અને BSFના હથિયારો જેવા કે, મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકશે.

ભારત-પાક. સરહદ પાસે બનાસકાંઠાના નડાબેટ ખાતે BSFનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ ‘સીમાદર્શન પ્રોજેક્ટ’ (Seemadarshan Project) નું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Minister of Home Affairs – Amit Shah) અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister of Gujarat Bhupendrabhai Patel) ઉદ્દઘાટન કર્યું.

મુલાકાતીઓ અહીં ભારતીય સેના અને BSFના હથિયારો જેવા કે, મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકશે.

નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં BSFનો પહેલો અત્યાધુનિક પ્રોજેક્ટ છે જે BSFના ઉદ્દભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.

સીમાદર્શન ખાતે અદ્યતન ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ સુસજ્જ કરવામાં આવી છે. તેમજ રિટેનિંગ વોલ, BSF બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, BSFના જવાનો માટે રહેવાની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

For more news click on Netafy News.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *