Menu Close

BJP Leader Nupur Sharma Suspended: ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા સસ્પેન્ડ કરાતા, કાર્યકરોમાં ભારે રોષ

nupur sharma suspended BJP national spokesperson suspended resentment among workers

ભાજપ માટે એક તરફ કુઆ એક તરફ ખાઈની હાલત

– ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનનો ખાડી દેશો તરફથી સખત વિરોધ

– ભારતીય મજદૂર, પ્રોડક્ટ વગેરેનો થઈ રહ્યો છે ખાડી દેશોમાં બોયકોટ

– વિરોધ જોતા ભાજપ દ્વારા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

– અનેક ભારતીય મુસ્લિમ સંગઠનો પણ કરી રહ્યા છે વિરોધ

– હવે નૂપુર શર્માના સમર્થનમાં ભાજપી કાર્યકરોનો આક્રોશ આવી રહ્યો છે સામે

શું માત્ર ખાડી દેશોનો વિરોધ ટાળવા જ ભાજપે કર્યા નૂપુર શર્માને સસ્પેન્ડ?

એક ન્યુઝ ચેનલની લાઈવ ડીબેટ દરમ્યાન ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના (Nupur Sharma), પયગંબર સાહેબને ઉદ્દેશીને આપવામાં આવેલ એક નિવેદનને લઈને ભારતીય મુસ્લિમ સંગઠનોએ ભારે વિરોધ ઉઠાવ્યો હતો. (During a live debate of a news channel, Indian Muslim organizations raised heavy opposition over a statement given to BJP’s national spokesperson Nupur Sharma)

તેમના આ નિવેદનને લઈને ભારત સહિત અન્ય ઇસ્લામિક દેશોએ પણ ભારે વિરોધ કર્યો હતો.

સાઉદી, કુવૈત, કતર, ઓમાન વગેરે જેવા દેશો ભારતીય રાજદૂતોને હાજર રહેવા અને આ મુદ્દે માફી માગવા ફરમાન કર્યું હતું.

જેમાં ભારત સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારત સરકાર દરેક ધર્મને સાથે લઈને ચાલે છે અને દરેકનું સન્માન કરે છે.

પરંતુ ખાડી દેશોમાં આ વિવાદ વધુ વકર્યો અને ભારતીય મજદૂર, પ્રોડક્ટ્સ અને અન્ય ભારતીય વસ્તુઓને બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે ભારત પોતાની જરૂરતના લગભગ 40% જેટલું ક્રૂડ ઓઇલ આ દેશો પાસેથી લે છે.

તેમજ મોટી ભારતીય Construction કંપનીઓ જેવીકે L&T, શાપોરજી પલોનજી વગેરેએ આ દેશોમાં ભારે નિવેશ કર્યું છે.

તેમજ આ દેશોમાંથી ભારતમાં પણ ઘણું રોકાણ કરવામાં આવ્યું છે.

તો આ પરિસ્થિતિઓમાં ભાજપ દ્વારા વિવાદ સમાવવા નૂપુર શર્મા અને નવીન કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પરંતુ ભાજપ કાર્યકરોમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, અને રોષ ભભૂકી ઉઠયો છે.

તેઓ નૂપુર શર્માના સસ્પેન્શનનો વિરોધ કરી ચૂક્યા છે. 

For more news click on Netafy-News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *