વડોદરા નજીક પાદરા ભાજપ એકમના ઉપપ્રમુખ(vice-president) નિલેશ જાદવે(Nilesh Jadav) થોડા દિવસ પહેલા નૂપુર શર્મા(Nupur Sharma) તથા ઉદેયપુરના દરજી કનૈયાલાલની(Kanaiyalal) હત્યાના કેસ સંબંધમાં ફેસબુક ઉપર એક કોમેન્ટ કરેલ હતી. જેમાં તેમણે આવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરી, તેમની સંપત્તિ જપ્ત કરવા, તેમજ આવા કામોમાં મદદગાર થનારા – ભલે પછી તેના પરિવારના હોય, નેતા હોઈ કે પત્રકાર હોય, એ તમામ લોકો સામે પણ કડક કાર્યવાહી સરકારે કરવી જોઈએ. તેવો મત ફેસબુક ઉપર વ્યક્ત કરેલ હતો.
તેમની આ કોમેન્ટ સામે, કોઈ અબ્દુલ ચૌધરી(Abdul Choudhry) નામના ઇસમ દ્વારા ઊગ્ર પ્રતિભાવ આપતા નિલેશ જાદવને “તારા હાલ ઉદેપુર(Udaipur) જેવા કરીશુ” એમ કહી જાનથી મારી નાખવા સુધીની ધમકી ફેસબુક ઉપર આપવામાં આવી હતી.
આ ધમકી ગંભીર પ્રકારની હોવાથી નિલેશભાઈએ વડુ પોલીસ સ્ટેશન(Vadu Police Station)માં જાણ કરી, તેમજ FIR નોંધાવી ફરિયાદ દાખલ કરેલ છે.