વડોદરા શહેરનાં ગોત્રી મેડિકલ હોસ્પિટલ (Gotri General Hospital)ખાતે આજરોજ 14 માં પાઇલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
GVKEMRI અને ગુજરાત સરકારની લોક ભાગીદારીથી, 108 ઇમરજન્સીને સેવા આજે વિશ્વાસ અને ચોક્ક્સાઇનો પયાર્ય બની ગઈ છે.
આજરોજ ૨૬મી મે પાઇલોટ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે GVKEMRI દ્વારા પાઇલોટની નિસ્વાર્થ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવે છે.
આ સેવા પોલીસ, આગ કે આરોગ્ય સંબંધીત ઇમરજન્સી સેવા 24*7 રાજ્યભરમાં પુરી પાડે છે.
આ સેવામાં પાઇલોટ (એમ્બ્યુલન્સના ચાલક) કે જે પીડીતને સમયસર ઇમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે.
આજનો દિવસ 108 સેવા અને GVKEMRI નાં ઇતિહાસમાં ખુબ જ મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં 7 જીલ્લા, સેન્ટ્રલ ગુજરાત જેવાકે, વડોદરા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં પ્રોજેક્ટનાં હેડ, જેમણે 6 મહીનામાં સારું કામ કર્યું છે તેમને સન્માનિત કરવામાં આવ્યાં છે.
Follow Netafy News & Stay updated with vadodara local news.