Menu Close

સોખડા, હરિધામમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસના મામલે પોલીસે કસ્યો સકંજો

Police disclose about sokhda haridham gunatit swami death case netafy news

– જિલ્લા પોલીસ વડા રોહન આનંદે મંદિરના બે સંતો, ત્યાગવલ્લભ સ્વામી અને પ્રભુપ્રિય સ્વામી તથા સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા
– પોલીસના સવાલ: આત્મહત્યાની પોલીસને કેમ જાણ ન કરી?
– સંતોએ કહ્યું, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરાઈ

ગુણાતીતચરણ સ્વામીની હત્યા? તથા હરિધામમાં હવે પછી કોનો વારો? જેવા અનેક સવાલો સાથેના ફોટા સોશિયલ મીડીયા પર
ફરતા થયા.

સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો વધુ ઘેરાતો જાય છે. (Sokhda Haridham Gunatit Swami death case)

જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા રોહન આનંદ (District Police Chief Rohan Anand) સમક્ષ મંદિરના બે સંતો અને સેક્રેટરી હાજર થયા હતા.

એસપીએ સંતોને સવાલ પૂછ્યા કે આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરવામાં આવી? (Why the suicide was not informed to the police?) જેનો સંતો અને સેક્રેટરીએ જવાબ આપ્યો કે, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ કરાઈ ન હતી.  તેમજ જણાવ્યું કે ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં હતા.  (Gunatit Swami was  sick and in depression for long time)

જિલ્લા પોલીસ વડાએ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પાસેથી તપાસ આંચકી લઇ
આગળની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે.

સોશિયલ મીડીયા પર પણ ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટો વાઇરલ થયા.
સોખડા હરિધામના ગુણાતીતચરણ સ્વામીની હત્યા? તથા હરિધામમાં હવે પછી કોનો વારો? જેવા અનેક સવાલો સાથેના ફોટો ફરતા થયા.

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *