કોંગ્રેસ પક્ષ દ્વારા વડોદરા શહેરમાં પાંચ પૈકી પોતાના ચાર ઉમેદવાર જાહેર
સયાજીગંજ બેઠક પર કોંગ્રેસ દ્વારા લડાકુ અને સુશિક્ષિત ઉમેદવાર અમી રાવતની પસંદગી
જે કોંગ્રેસના અન્ય કોઈપણ ઉમેદવાર કરતા વધારે મજબૂત ઉમેદવાર છે. જેની સામે ભાજપ કોઈપણ પ્રકારનું જોખમ ન લઈ અને પોતાના સર્વ સ્વીકૃત અને મજબૂત દાવેદારને મેદાનમાં ઉતારી શકે છે. આવા ચહેરામાં સર્વ પ્રથમ નામ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટનું આવે છે. જોકે તેઓ અકોટા બેઠકના પણ પ્રબળ દાવેદાર જોવાઈ રહ્યા છે.
અન્ય યુવા ચહેરામાં જીગર ઈનામદાર પણ જોવાઈ રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં સેનેટ ઈલેકશનમાં જેમનો ખાસો પ્રભાવ જોવા મળ્યો હતો. તેમજ અન્ય ઉમેદવારોમાં મેયર કેયુર રોકડીયા, પૂર્વ મેયર ડૉ જિગીષા શેઠ તેમજ ભાજપ ઉપ પ્રમુખ મોનિકા યાજ્ઞિકનાં નામોની પણ ચર્ચા ચાલી રહી છે.
રાવપુરા બેઠક પર કોંગ્રેસ દ્વારા સંજય પટેલનું નામ ઘોષિત થયું છે.
તો હવે ત્યાં પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર ઊભા રાખવાની રણનીતિ પર ચર્ચા થાય તો ભાજપ દ્વારા વર્તમાન કોર્પોરેટર મનોજ પટેલ તેમજ પૂર્વ ડે. મેયર યોગેશ પટેલ અન્ય કોઈ પાટીદાર ચહેરાને ટિકિટ મળી શકે. અન્યથા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અથવા કોઈ સંગઠનનો ચહેરો પણ જોવા મળી શકે.
શહેર વિધાનસભામાં કોંગ્રેસનાં કોઈ ઉમેદવારનો હજી નિર્ણય લેવાયો નથી. ત્યાં સામા પક્ષે ભાજપ દ્વારા મનીષા વકીલ અથવા તો કોઈ નવો ચહેરો ઉતારીને સૌને આશ્ચર્યમાં પણ નાખી શકાય છે.
અકોટા વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વડોદરા શહેર પક્ષ પ્રમુખ ઋત્વિજ જોષીના નામની ઘોષણા થઈ છે.
પક્ષ પ્રમુખ તેમજ યુવા ચહેરો હોવાથી કાર્યકરોમાં ઉત્સાહ પણ જોવાઈ રહ્યો છે, પરંતું સાથે જ મહારાષ્ટ્રીયન સમાજ નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. તેની સામે ભાજપ સીમાબેન મોહીલે અથવા યુવા ચહેરા તરીકે મોનિકા યાજ્ઞિકને મેદાનમાં ઉતારી શકે છે. તેમજ પૂર્વ મેયર ભરત ડાંગર તેમજ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
માંજલપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ડૉ. તશ્વીન સિંગનુ નામ જાહેર કર્યુ.
ભાજપ દ્વારા પૂર્વ મેયર ડો જ્યોતિબેન પંડ્યા અને ડૉ. જિગીષા શેઠના નામની ચર્ચા પણ થઈ શકે છે. એક અન્ય નામ વર્તમાન કાઉન્સિલર સ્નેહલ પટેલનું પણ હોઈ શકે. ઉપરાંત પૂર્વ મેયર ભરત ડાંગર પણ પ્રબળ દાવેદાર મનાય છે.