Menu Close

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ: સ્થળ, કાર્યક્રમો અને સમયની વિગત

pramukh swami maharaj shatabdi mahotsav

આજથી, એટલે કે 14મી ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ પાસે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રણેતા એવા સંત શ્રી પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ શરુ થવા જઈ રહ્યો છે.

આ મહોત્સવ માટે સાયન્સ સીટી અને ઓગણજ વચ્ચેના વિસ્તારમાં રોડના કિનારે 600 એકર જમીન પર વિશાલ સ્વામિનારાયણનગર ઉભું કરવામાં આવ્યું છે.

આજના દિવસે ભારતના પ્રધાનમત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી અને બ્રહ્નસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

સાંજના 5 વાગ્યાથી આ ઉદ્દઘાટન સમારોહની શરૂઆત થશે અને તે સાંજે 7:30 વાગ્યા સુધી ચાલશે. આ ઉદ્દઘાટન સમારોહમાં નવા મુખ્યમંત્રી સહિતના અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. આ ઉદ્દઘાટન સમારોહની પુર્ણાહુતી બાદ આખા સ્વામિનારાયણનગર પર ત્રણ હેલિકોપ્ટર વડે ગુલાબની પુષ્પવર્ષા કરવામાં આવશે.

PSM 100 એપ્લિકેશન

શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશથી હરિભક્તો આવશે. આ હરિભક્તોને હાલાકી ન પડે તે માટે ટેક્નોલોજીની મદદ લઈને PSM 100 નામની એપ્લિકેશન બનાવાઈ છે. આ એપ્લિકેશનમાં તમામ માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે 24*7 સપોર્ટમાં રહેશે. જેમાંથી પાર્કિંગ, ઉદ્દઘાટન સમારોહનો સમય, અલગ અલગ કાર્યક્રમોનો સમય, યાત્રાનું માર્ગદર્શન વગેરે માહિતી મળી શકશે.

પ્રમુખસ્વામીનગરના આકર્ષિત સ્થળો અને કાર્યક્રમો

આ મહોત્સવમાં પ્રમુખસ્વામીનગરમાં આવનાર મુલાકાતીઓને આકર્ષવા માટે વિવિધ આકર્ષણો અને પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક દ્વાર, પ્રમુખસ્વામી મહારાજની મહા-મૂર્તિ. નવી દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન, બાળકો માટેનું એડવેન્ચરલેન્ડ, પૂર્ણ પુરુષ નામનો લાઈટ અને સાઉન્ડ શૉ, વિવિધ એક્ઝિબિશન સ્થળો અને સ્વામિનારાયણ વિશ્વશાંતિ પ્રાર્થના જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વામિનારાયણનગરમાં મુલાકાત લેવા માટેનો સમયગાળો

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ 15 ડિસૅમ્બર, 2022થી લઈને 15 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે.

જેમાં સ્વામિનારાયણનગર મુલાકાત લેવા માટે તેમજ વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો નિહાળવા માટે સોમવારથી શનિવાર બપોરે 2 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી.

તેમજ રવિવારના દિવસે સવારે 9 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

તેમજ લાઈટ અને સાઉન્ડ શો દરરોજ રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન યોજાશે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *