વડોદરા શહેરના દંતેશ્ચર ગામમાં (Danteshwar Village) પીવાનાં પાણીની સમસ્યાને લઇને આજરોજ સ્થાનિક મહિલાઓ (Protest by Danteshwar female citizens regarding drinking water problem) દ્વારા દંતેશ્ચર ખાતે આવેલા બુસ્ટર પ્લાન્ટ પાસે માટલા ફોડી, સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વડોદરા શહેરમાં પીવાનાં પાણીની સમસ્યા છે. ત્યા આજે દંતેશ્ચર ગામમાં કેટલાય મહિનાઓથી પીવાના પાણીને લઈને કકળાટ ચાલે છે.
સ્થાનિક લોકોએ અવાર નવાર પાલિકામાં (VMC) જઈને રજૂઆત કરી હતી, છતાં પણ તેમની સમસ્યાનુ નિરાકરણ ન આવતાં, આજે સ્થાનિક મહિલાઓ દ્વારા દંતેશ્ચર ખાતે આવેલા બુસ્ટર પ્લાન્ટ પાસે આવી માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Follow Netafy News & Stay updated with vadodara local news.