આજરોજ વડોદરા શહેરમાં પડતર માંગણીઓને લઈને આશાવર્કર બહેનો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આશાવર્કર ચંદ્રીકા સોલંકીની (Ashaworker Chandrika Solanki) આગેવાની હેઠળ આજે આશાવર્કર બહેનો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આશાવર્કર બહેનોએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાય વર્ષોથી સરકાર તેઓનું શોષણ કરી રહી છે.
તેમજ તેઓને વેતન પણ સમયસર આપવામાં આવતુ નથી.
તથાં 2020 માં જીલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓએ 45 ડિગ્રી તાપમાનમાં કામ કર્યા પછી આજ સુધી તેઓને વેતન મળ્યું નથી.
પહેલા જયારે આશાવર્કર બહેનો હડતાલ પર ઉતરી હતી, ત્યારે સરકારએ તેઓને આશ્વાશન આપી હડતાલ સમેટાવી લીધી હતી. પણ આ વખતે આશાવર્કર બહેનો સરકારનાં પ્રલોભનમાં આવવાની નથી.
Follow Netafy News & Stay updated with vadodara local news.